
સવારે 10થી 4 વાગ્યા સુધીમાં ચેક જમા કરાવવો જરૂરી : હાલ સાંજે 7 વાગ્યા સુધીમાં અને તા. 3 જાન્યુઆરીથી તો 3 કલાકમાં જ બેન્કોએ ચેક અંગે નિર્ણય લેવો પડશે
Bank Cheque New Rule: ભારતમાં ચેકમાં અગાઉ માઈકર સીસ્ટમ અને બાદ ચેક એક દિવસમાં પાસ થાય તેવી ચેક ટ્રન્કેશન સીસ્ટમ (CTS) અમલમાં આવ્યા બાદ હવે સેઈમ ડે ક્લીયરીંગથી આગળ વધીને ‘કન્ટીન્યુ અસ ક્લીયરીંગ’ની પ્રથા આજ તા. 4 ઓક્ટોબર 2025થી બેન્કોમાં શરૂ થઈ છે, જેમાં કલાકોમાં જ ચેકને પાસ કરી ધારકના ખાતામાં રકમ જમા થશે કે ચેક રિજેક્ટ કરવાપાત્ર જણાય તો રિજેક્ટ કરી દેવાશે.
રાજકોટના બેન્કિંગ સૂત્રોએ જણાવ્યું કે ક્લીયરીંગ એક સમયે થતું તેના બદલે હવે સતત થશે અને આ માટે ખાતાધારક ચેક આપે તે સમયે તેની બેલેન્સ ચેક કરીને જ ચેક આપવો સલાહભર્યું છે.
