અખિલ ભારતીય કચ્છ માલી સમાજ શિક્ષણ સમિતિની પ્રથમ વાર્ષિક સાધારણ સભા તારીખ 12 10 2025 રવિવારના રોજ પંચદેવી મંદિર રતનપર રાજકોટ મુકામે શિક્ષણ સમિતિના અધ્યક્ષની આગેવાની હેઠળ બોલાવવામાં આવી હતી

પ્રથમ વાર્ષિક સાધારણ સભાનુ સમગ્ર આયોજન રાજકોટ ઝોનના ઇન્ચાર્જ અમૃતભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ રાજકોટ ઝોનના સભ્ય દ્વારા કરવામાં આવેલ હતું
કુલ 25 સભ્યોએ પ્રથમ વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી હતી વાર્ષિક સાધારણ સભાની શરૂઆત શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા શ્રી સોમેશ્વર મહાદેવ અને પંચદેવી માતાજીના ચરણોમાં વંદન કરી ઉપસ્થિત સભ્યોનું શબ્દો દ્વારા સ્વાગત કરાયું હતું તાજેતરમાં શિક્ષણ સમિતિ રાપર ઝોન થી જોડાયેલા સભ્યો અમૃતભાઈ ચૌહાણ, શામજીભાઈ ચૌહાણ, ભગવાનજીભાઈ મલવાણી તેમજ રાજકોટ જોનથી જોડાયેલ હરેશભાઈ ચૌહાણને શિક્ષણ સમિતિ દ્વારા આવકારવામાં આવ્યા હતા સમસ્ત માલી સમાજ સહિત શિક્ષણ સમિતિને વિશેષ ગૌરવ આપનાર આદિપુરજનોના સભ્ય ડોક્ટર મનીષભાઈ ભીખાભાઈ સોલંકી જેમણે phd કરીને ડોક્ટરની પદવી હાંસલ કરી તેમને તમામ સભ્યો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
The Gujarat Live News રિપોર્ટર સુનિલભાઇ રાપર કચ્છ
