રવિભાઈ પ્રજાપતિ અને એમના ચિરંજીવી યશ ને ૨૦૧૭ માં ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને મીઠાઈ વહેંચવાનો એક ઉમદા વિચાર આવેલ અને ૨૦ કુટુંબમાં મીઠાઈ વહેંચી.આજે ધીમે ધીમે એ સંખ્યા ૧૦૦ ઉપર પહોંચી ગઇ.ગરીબોના ઘરમાં દિવાળી ઉપર ખુશી લાવવી એ એક ઉત્તમ સેવા નું કાર્ય છે.

આ ગરીબ લોકો કેટલા ખુશ થતા હશે તમે એમના ચેહરા ને વાંચો એટલે ખ્યાલ આવે.આવા ઉમદા કાર્ય કરવા થી ઉપર વાળો ચોક્કસ ખુશ થાય છે પણ ધરતી ઉપર વસતો આ મહામાનવ પોતાની આંતરડી ના આશીર્વાદ આપતો હોય છે
The Gujarat Live News રિપોર્ટર રાવળ અસ્મિતા બળવંતભાઈ -પાલનપુર બનાસકાંઠા
