ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ આજે કાર્યભાર સંભાળવવાનો પ્રારંભ કરી દીધો છે. સૌપ્રથમ આદિજાતિ વિકાસમંત્રી નરેશ પટેલે ચાર્જ લીધો હતો. રિવાબા જાડેજા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વિજય મુહૂર્તમાં 12.39 મિનિટે મંત્રી તરીકેનો ચાર્જ લીધો હતો. દિવાળી અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે 26 ઓક્ટોબર સુધી સચિવાલયમાં વેકેશન રહેશે. 27 ઓક્ટોબરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવરચિત સરકાર સંપૂર્ણ રીતે કાર્યરત થશે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં આજે નવા પ્રધાનોના આવકાર માટે ઉત્સવનું આયોજન કરાયું છે.
