રાધનપુર નગરપાલિકામાં પ્રમુખ પતિના રાજના આક્ષેપો વચ્ચે આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે.
નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી હરેશભાઈ ઠક્કરે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી જાહેરમાં વેદના ઠાલવી હતી.
પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે, “હવે નગરપાલિકામાં મારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી,
દરેક નિર્ણય પ્રમુખના પતિ દ્વારા લેવાય છે.”
આ પોસ્ટ પછી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો માહોલ ગરમાયો છે.
આ સમગ્ર મામલે વોર્ડ નં. ૧ની નાગરસેવિકા જયાબેન ઠાકોરે કટાક્ષ કરતાં જણાવ્યું કે — “હવે પ્રજા આશા રાખે તો રાખે કોના ઉપર? પરંતુ આવી હાલત સત્તાપક્ષની જોઈને અમને દયા આવે છે.
હોદ્દા ફક્ત નામના માટે રાખવા હોય તો શું અર્થ? જો આટલું સામાન્ય કામ પણ તમારાથી ના થતું હોય તો પક્ષમાંથી રાજીનામું આપી પહેલાની જેમ જનસેવામાં સમય આપો.”
નગરપાલિકાની અંદર ચાલી રહેલા આક્ષેપો અને આંતરિક મતભેદો વચ્ચે હવે પ્રજા વચ્ચે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે — શું ખરેખર નગરપાલિકામાં લોકતંત્રને બદલે “પરિવારતંત્ર” ચાલી રહ્યું છે? સત્તાપક્ષની પ્રતિસાદ શું હશે તે જોવું રહ્યું.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
