ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પડેલા ભારે વરસાદને કારણે પાકને મોટાપાયે નુકસાન થતા રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપતા કુલ ₹947 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે.

આ પેકેજમાં કેન્દ્ર સરકારનો ₹563 કરોડ અને રાજ્ય સરકારનો ₹384 કરોડ નો ફાળો છે.

આ યોજના હેઠળ ગુજરાતના 5 જિલ્લા, 18 તાલુકા અને આશરે 800 ગામના ખેડૂતોને લાભ મળશે.

ખેડૂતો માટે સહાયની વિગતો

બિનપિયત પાકો માટે: ₹12,000 પ્રતિ હેક્ટર સહાય (મર્યાદા 2 હેક્ટર)

પિયત પાકો માટે: ₹22,000 પ્રતિ હેક્ટર સહાય (મર્યાદા 2 હેક્ટર)

બાગાયતી પાકો માટે: ₹27,500 પ્રતિ હેક્ટર સહાય (મર્યાદા 2 હેક્ટર)

વધારામાં, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ખેડૂતોને જમીન સુધારણા માટે વિશેષ સહાય મળશે — પ્રતિ હેક્ટર ₹20,000 (મર્યાદા 2 હેક્ટર) મુજબ.

સરકારના જણાવ્યા મુજબ,

આ સહાય પેકેજ ભારે વરસાદથી નુકસાન પામેલા ખેડૂતોને ખેતી પુનઃસ્થાપિત કરવામાં મદદરૂપ થશે અને આગામી વાવણી માટે જરૂરી આર્થિક ટેકો પૂરો પાડશે

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!