મે.પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાથી સાહેબ, પાટણનાઓએ પાટણ જીલ્લામાં દિવાળી તહેવાર અનુસંધાને પ્રોહીબીશનની ગે.કા.પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.પાટણ નાઓના માર્ગદશન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો પાટણ સીટી ‘બી’ ડિવી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ડીસા થી પાટણ તરફ એક સફેદ કલરના ટર્બો ગાડીમાં વિદેશી દારૂ ભરેલ છે જે હકીકત આધારે પાટણ ડીસા હાઇવે રોડ ઉપર નાકાબંધી કરતા પાટણ ડીસા હાઇવે ઉપર એમ.કે સ્કુલ ગેટ પાસે સદરી ટાટા ટર્બો રજીનં GJ08AW5338 ગાડીમાં વિદેશી દારૂ ભરેલ મળી આવતાં સદરી ગાડી ચાલકને પકડી પાડી સદરી ઇસમ વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(એ), ૬પ(ઇ), ૧૧૬(બી),૮૧,૮૩,૯૮(૨) મુજબ પાટણ સીટી ‘બી’ ડિવી. પો.સ્ટે. ખાતે ગુનો રજી. કરાવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) કૈલાસકુમાર જગરામારામ બિશ્નોઇ (સીયાકે) રહે-જાખલ તા. સાંચોર જી.ઝાલોર, રાજસ્થાન
પકડવાના બાકી આરોપીની વિગતઃ-
(૧) ઝુઝારસિંહ રાજપુરોહીત રહે-સાંચોર, રાજસ્થાન
(૨) ટાટા ટર્બો રજી.નં. GJ08AW5338 નો માલિક
કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ/ટીન નંગ-૧૮,૮૮૮ જેની કિં.રૂ.૫૦,૨૯,૨૦૦/-
(૨) ટાટા ટર્બો રજીનં GJ08AW5338 કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/-
(૩) ઓપો કંપનીનો મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ.૫,૦૦૦/-
એમ મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.૬૦,૩૪,૨૦૦/-


