20 ઓક્ટોબરે દિવાળી તહેવાર નિમિત્તે ફટાકડા ફોડવાને કારણે હવાના પ્રદૂષણમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં રાત્રે AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 300 પાર પહોંચી ગયો, એટલે કે હવા ખૂબ જ ખરાબ અને લોકો માટે જોખમકારક બની ગઈ હતી.આમ અમદાવાદનું પ્રદૂષણ દિલ્હી જેવું થઈ ગયું હતું. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 20 ઓક્ટોબરની રાત્રે વાયુ પ્રદૂષણ ચરમસીમાએ પહોંચ્યું હતું. અમદાવાદ બાદ રાજકોટ બીજા અને વડોદરા ત્રીજા ક્રમે રહ્યું હતું. જ્યારે બીજા દિવસે, એટલે કે 21 ઓક્ટોબરના રોજ સવારે 10:30 વાગ્યા સુધીમાં પણ અમદાવાદ શહેરમાં હવા ખરાબ છે. AQI 187 સુધી પહોંચ્યો છે, જે નાનાં બાળકોથી લઈ વૃદ્ધો માટે હાનિકારક છે. આજે સવારથી વાતાવરણ પણ વાદળછાયું જોવા મળ્યું છે. એના કારણે હવામાં પ્રદૂષણ અને ધુમ્મસ જેવું દેખાય રહ્યું છે. ફટાકડાને કારણે દિવાળીની આખી રાત હવા ખૂબ હાનિકારક રહી હતી, જેના કારણે થઈને નાગરિકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે એવી સ્થિતિ જોવા મળી હતી. રાત્રે જે લોકો બહાર નીકળ્યા હતા તેમને મોઢે બાંધીને ફરજિયાત નીકળવું પડે એવી સ્થિતિ બની હતી. ચાંદખેડા, બોપલ સહિતના વિસ્તારોમાં જોખમકારક હવા
ફટાકડાને કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું અને લોકો બહાર ફટાકડા ફોડતા હોય અને ત્યારે તેમના શ્વાસમાં આ હવા જવાને કારણે તકલીફ પડે એવી સ્થિતિ શહેરમાં જોવા મળી હતી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી ઉપર જ જોવા મળ્યો હતો. aqi.in વેબસાઈટ મુજબ શહેરના ચાંદખેડા, નારોલ, બોપલ, શીલજ, સાયન્સસિટી, ઘાટલોડિયા, થલતેજ સહિતના વિસ્તારોમાં આરોગ્ય માટે જોખમકારક હવા બની હતી. અમદાવાદમાં ફટાકડાને કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું હતું, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી. લોકોને શ્વાસ લેવામાં તકલીફ
રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી કે રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, પરંતુ મોડીરાત સુધી ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેના કારણે હવામાં ખૂબ પ્રદૂષણ ફેલાયું હતું અને એટલી ખરાબ સ્થિતિ શહેરમાં બની ગઈ છે કે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એટલી હવા પ્રદૂષિત થઈ હતી. નાનાં બાળકો અને ઉંમરલાયક લોકોને પણ આવી સ્થિતિથી બચાવવાં જોઈએ, પરંતુ અમદાવાદમાં ફટાકડાનું પ્રમાણ એટલું વધારે થયું છે કે હવા ખૂબ પ્રદૂષિત બની ગઈ છે. શું છે એર ક્વોલિટી ઇન્ડેક્સ?
AQI જાણવા માટે વિવિધ પ્રકારના પ્રદૂષકોનું અવલોકન કરવામાં આવે છે અને એની માત્રા માપવામાં આવે છે. એના માટેની એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે. AQIનો સ્તર સૂચવે છે કે વાયુ-પ્રદૂષણ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે. AQI ની રેન્જ 0થી 500 વચ્ચે હોય છે. AQI જેટલો ઓછો એટલી હવા સારી અને જેમ જેમ AQI વધે અમ અમ પ્રદૂષણ વધ્યું ગણાય. એર ક્વોલિટી ઇન્ડેક્સને વિવિધ સ્ટેજમાં ડિવાઇડ કરવામાં આવ્યો છે. વળી, દરેક સ્ટેજને એક ખાસ કલર કોડ આપવામાં આવ્યો છે, જેથી સરળતાથી જાણી શકાય અને સમજી પણ શકાય કે હવા કેટલી શુદ્ધ છે અને કેટલી પ્રદૂષિત છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ મુજબ જો હવાની ગુણવત્તાનો સ્કોર 0-100 વચ્ચે આવે તો સારી ગણાય, 101થી 200 વચ્ચે સાધારણ અને 201થી 300 વચ્ચે ખરાબ કહેવાય છે. જો 301થી 400 વચ્ચે હોય તો ખૂબ જ ખરાબ કહેવાય અને 401થી 500 વચ્ચે હોય તો તે અત્યંત ખરાબ કહેવાય છે. અસ્થમાના દર્દીઓએ શું શું ધ્યાન રાખવું?
દિવાળી એ રોશની, મીઠાઈઓ અને આનંદનો તહેવાર છે, પરંતુ અસ્થમાના દર્દીઓ માટે પડકારજનક હોઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર, ભારતમાં આશરે 35 મિલિયન લોકો અસ્થમાથી પીડાય છે. વાયુ-પ્રદૂષણ આ રોગ માટે એક મુખ્ય કારણ છે. દિવાળી દરમિયાન ફટાકડાનાં ધુમાડા અને પ્રદૂષણથી હવાની ગુણવત્તા ખતરનાક સ્તરે પહોંચી છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (CSE) અનુસાર, દિવાળી દરમિયાન વાયુ-પ્રદૂષણ સામાન્ય સ્તર કરતાં 4-5 ગણું વધી ગયું છે. અમદાવાદ જેવાં શહેરોમાં (AQI) 400 સુધી પહોંચી ગયો છે, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. ફટાકડા, અગરબત્તી અને સળગતા દીવાઓનો ધુમાડો અસ્થમાની સમસ્યાઓમાં વધારો કરી શકે છે, તેથી અસ્થમાના દર્દીઓએ અગાઉથી સાવચેતી રાખવી જોઈએ, જેથી તહેવારનો આનંદ તેમના સ્વાસ્થ્ય પર અસર ન કરે. નિષ્ણાત: ડૉ. એસ. ઝેડ. જાફરી, પલ્મોનોલોજિસ્ટ અને એલર્જિસ્ટ, ઇન્દોર. પ્રશ્ન: દિવાળી દરમિયાન અસ્થમાના દર્દીઓ માટે કેવા પ્રકારની સમસ્યાઓ વધે છે? જવાબ: ફટાકડાના ધુમાડાથી હવામાં PM2.5, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરી વાયુઓ મુક્ત થાય છે. આ તત્ત્વો વાયુમાર્ગમાં દાહ અને બળતરા પેદા કરે છે, જે અસ્થમાનાં લક્ષણોનું કારણ બની શકે છે. વધુમાં, અગરબત્તી, ધૂપસળી અને દીવાઓના ધુમાડા ઘરની અંદરના પ્રદૂષણમાં વધારો કરે છે. આ જ કારણ છે કે દર વર્ષે દિવાળી પછી ભારતમાં હોસ્પિટલોમાં અસ્થમાના દર્દીઓની સંખ્યા ડ્રામેટિક રીતે વધે છે. આ પ્રદૂષણ બાળકો, વૃદ્ધો અને ક્રોનિક અસ્થમાના દર્દીઓને સૌથી વધુ અસર કરે છે. નીચેા આપેલા ગ્રાફિક આ જોખમોને વિગતવાર સમજાવે છે. પ્રશ્ન: પ્રદૂષણ અને ફટાકડાના ધુમાડાથી અસ્થમા કેવી રીતે થાય છે? જવાબ: અસ્થમાના દર્દીઓમાં સામાન્ય લોકો કરતાં વાયુમાર્ગ વધુ સંવેદનશીલ હોય છે, તેથી જ્યારે વાયુ-પ્રદૂષણ વધે છે ત્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી થઈ શકે છે. ફટાકડામાંથી નીકળતા ધુમાડામાં સલ્ફર, સીસું અને કાર્બન મોનોક્સાઇડ જેવાં ઝેરી તત્ત્વો હોય છે, જે ફેફસાંને નુકસાન પહોંચાડે છે અને અસ્થમાનાં લક્ષણોમાં વધારો કરે છે. WHO મુજબ, પ્રદૂષણના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) અને ફેફસાંના કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ વધે છે. વધુમાં, મોટા અવાજથી તણાવ વધે છે, જે અસ્થમાના હુમલાનું કારણ બની શકે છે. પ્રશ્ન: દિવાળી દરમિયાન અસ્થમાના દર્દીઓનાં લક્ષણોમાં કયા ફેરફારો થાય છે? જવાબ: દિવાળી દરમિયાન પ્રદૂષણ અને ધુમાડાને કારણે અસ્થમાના દર્દીઓમાં ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ અને છાતી જકડાઈ જવાનાં લક્ષણો વધી શકે છે. કેટલાક દર્દીઓ તણાવ અથવા ચિંતાને કારણે ચીડિયાપણું અથવા ગભરાટના હુમલાનો પણ અનુભવ કરી શકે છે. ગંભીર કિસ્સાઓમાં ઓક્સિજનની જરૂર પડી શકે છે. પ્રશ્ન: દિવાળી પર અસ્થમાના દર્દીઓએ કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? જવાબ: આ માટે અગાઉથી તૈયારી અને ચોક્કસ સાવચેતી રાખવી જરૂરી છે. પ્રદૂષણ, ધુમાડો અને ઠંડી હવાથી પોતાને બચાવવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. નીચેના ગ્રાફિકમાં આ સમજો: પ્રશ્ન: દિવાળી પર જો કોઈને અસ્થમાનો હુમલો આવે તો શું કરવું જોઈએ? જવાબ: આ પરિસ્થિતિમાં ગભરાશો નહીં. સૌપ્રથમ દર્દીને તાત્કાલિક સ્વચ્છ અને સારી રીતે હવાની અવરજવરવાળી જગ્યાએ લઈ જાઓ. જો ડૉક્ટરે ઇન્હેલર સૂચવ્યું હોય તો એનો ઉપયોગ કરો. દર્દીને ઓક્સિજનનો સ્તર સ્થિર રાખવા માટે ધીમે ધીમે અને ઊંડા શ્વાસ લેવાનું કહો. જો શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા બોલવામાં તકલીફ હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો અથવા નજીકની હોસ્પિટલમાં જાઓ. દર્દીને ધુમાડા અને ભીડવાળા વિસ્તારોથી દૂર રાખો. પ્રશ્ન: શું અસ્થમાના દર્દીઓ માટે દિવાળી પર ઘરની બહાર નીકળવું સલામત છે? જવાબ: પલ્મોનોલોજિસ્ટ ડૉ. એસ.ઝેડ. જાફરી સમજાવે છે કે દિવાળી પર બહાર જવું ક્રોનિક અસ્થમાના દર્દીઓ માટે ખતરનાક બની શકે છે. ભીડભાડ અને પ્રદૂષિત વિસ્તારો અસ્થમાનું કારણ બની શકે છે, તેથી જો તમારે બહાર જવું જ પડે તો માસ્ક પહેરો અને તમારાં ફેફસાંને સુરક્ષિત રાખવા માટે ઇન્હેલર સાથે રાખો. પ્રશ્ન: શું અસ્થમાના દર્દીઓએ દિવાળી પહેલાં પોતાની દવાઓ બદલવી જોઈએ? જવાબ: દિવાળી પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો. તેઓ તમારી સ્થિતિના આધારે તમારી દવાઓમાં ફેરફાર કરી શકે છે, જોકે તમે જાતે દવા વધારશો નહીં. પ્રશ્ન: શું ખોરાક પણ અસ્થમાનું કારણ બની શકે છે? જવાબ: ડૉ. એસ.ઝેડ. જાફરી સમજાવે છે કે હા, વધુપડતી મીઠાઈઓ, તળેલા ખોરાક અને પ્રોસેસ્ડ ખોરાક અસ્થમાનું કારણ બની શકે છે. ચોકલેટમાં વધુપડતી ખાંડ અને ચોક્કસ ઘટકો શરીરમાં દાહ વધારી શકે છે, જે અસ્થમાનાં લક્ષણોને વધુ ખરાબ કરી શકે છે. ધૂળવાળા અને ધુમાડાવાળા વાતાવરણમાં આ અસર વધુ તીવ્ર બને છે, તેથી અસ્થમાના દર્દીઓએ હળવો, ઘરે રાંધેલો અને ઓછી ખાંડવાળો ખોરાક લેવો જોઈએ. યાદ રાખો… દિવાળી દરમિયાન અસ્થમાના દર્દીઓને વધારાની કાળજીની જરૂર હોય છે, જોકે યોગ્ય પગલાં અને સાવચેતીઓ સાથે, દર્દીઓ ભય વિના તહેવારોનો આનંદ માણી શકે છે.