મહેસાણામાં ઇતિહાસમાં પહેલીવાર “સૂર્યકિરણ” એરોબેટિક એર શો યોજાયો. આજે સવારે 11 કલાકે મહેસાણાના એરોડ્રામ ખાતે એર શો જોવા માટે મોટી સંખ્યામાં બાળકોથી લઈ વૃદ્ધ પહોંચ્યાં હતાં, જોકે વાયુસેનાની ટીમે અવકાશમાં અવનવા સ્ટન્ટ કરી મહેસાણાની પ્રજાનાં દિલ જીતી લીધાં હતાં. મહેસાણામાં ભારતીય વાયુસેનાનાં વિમાનોએ શૌર્ય અને ચોકસાઈના રંગો અવકાશમાં પાથર્યાં હતાં. લોકોએ ધાબે ચડી વાયુસેનાના સ્ટન્ટને નિહાળ્યા
મહેસાણામાં યોજાયેલા આ એર શોને જોવા માટે હાઇવેની બને બાજુ અને મોટી ઇમારતો પર લોકો ધાબે ચડી આ અવનવા સ્ટન્ટ કરતાં વિમાનોને નિહાળી આ અનોખી પળને પોતાના કેમેરામાં કેદ કરી હતી તેમજ કેટલાંક માતા-પિતા પોતાનાં બાળકોને ખભે અને રિક્ષા પર બેસાડી એર શો નિહાળતાં જોવા મળ્યાં હતાં. તો કેટલાક લોકો તડકાથી બચવા રોડની સાઈડના છત્રીના સહારે આ સ્ટન્ટની મજા માણતા જોવા મળ્યા હતા. મહેસાણામાં સૌપ્રથમવાર સૂર્યકિરણ એરોબેટિક એર શો
મહેસાણાના એરોડ્રામ ખાતે આજે સવારે 9 વાગ્યે ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ આકાશમાં શાનદાર સ્ટંટ્સ અને દિલધડક એર શો કરવાની હોવાથી શહેરની પ્રજા વહેલા પોતાની જગ્યા પર જઈ બેસી ગઈ હતી. મહેસાણા શહેરમાં સૌપ્રથમવાર સૂર્યકિરણ એરોબેટિક એર શો યોજાયો હતો, જેમાં આકાશમાં વિમાનોનાં અદભુત કરતબો નિહાળવા સામાન્ય પ્રજા માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો હતો. 9 હોક MK 132 વિમાનને 5 મીટરથી ઓછા અંતરે ઊડ્યા
એર શોમાં 9 હોક MK 132 વિમાનને 5 મીટરથી ઓછા અંતરે ઊડ્યાં હતાં. આ એર શોમાં વિમાન સીધી દિશામાં આગળ વધતાં 360 ડિગ્રી ફરી સીધું થાય, બે વિમાનો એકબીજાને સામસામેથી ખૂબ નજીકથી પસાર થયાં હતાં તેમજ દર્શકોની નજીકની ઊંચાઈ પર વિમાન ઝડપથી પસાર થતાં લોકોનાં દિલ જીતી લીધાં હતાં. 1996માં એરોબેટિક્સ પ્રદર્શન ટીમની સ્થાપના થઈ
જ્યારે પણ વાયુસેના દેશમાં એર શોનું આયોજન કરે છે ત્યારે તેની જવાબદારી સૂર્યકિરણ એરોબેટિક ટીમની હોય છે. 1996માં ભારતીય વાયુસેનામાં એક એરોબેટિક્સ પ્રદર્શન ટીમની સ્થાપના થઈ અને એનું નામ સૂર્યકિરણ અપાયું. સૂર્યકિરણ ટીમે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના HT-16 કિરણ ફાઈટર જેટથી શરૂઆત કરી હતી. વર્ષ 1015માં હોક માર્ક M-132 જેટ વિમાન સૂર્યકિરણ એરોબેટિક ટીમમાં જોડાયું હતું. સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ વાયુસેનાના 52મા સ્ક્વોડ્રનનો ભાગ છે. આ ટીમે 900થી વધુ વખત નવ-એરક્રાફ્ટ ફોર્મેશનનું પ્રદર્શન કર્યું છે. આ ટીમ ફક્ત દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ એર શોમાં ભાગ લે છે.
સૂર્યકિરણ ટીમમાં 13 પાઇલટ્સ હોય છે, જેમાં નવ ફાઇટર પાઇલટ્સ એકસાથે ઉડાન ભરે છે. સૂર્યકિરણ ટીમ માટે બેથી ત્રણ વર્ષના સમયગાળા માટે પાઇલટ્સની પસંદગી કરવામાં આવે છે. ટીમના બધા પાઇલટ્સ કિરણ વિમાન ચલાવવાનો અનુભવ ધરાવતા લાયક ઉડાન ઇન્સ્ટ્રક્ટર હોય છે.