ફ્રેન્ડ અને ફેમીલી ફાઉન્ડેશન દ્વારા ચોથો બ્લડ ડોનેશન કેમ્પ તારીખ 24-10-25 ના રોજ શ્રી ગણપતિ મંદિર પાર્કિંગ પ્લોટ, ઊંઝા – વિસનગર રોડ, ઐઠોર મુકામે યોજાયો,

જેમાં કોઈ પણ વ્યક્તિ ફ્રેન્ડ અને ફેમિલી ફાઉન્ડેશનમાં પ્રથમ વખતે બ્લડ ડોનેશન કરે છે તે દાતાઓ ને “Fab Luxury નો Sapphire Blanket” અને
બીજી વાર અથવા તેથી વધુ વખતે બ્લડ ડોનેશન કરનાર દાતાઓને સફારી કંપનીની ટ્રોલી બેગ આપવામાં આવી હતી. જેમાં 104 બોટલ ગામના રક્તદાનદાતાઓ મારફતે મળ્યું હતું. દિવાળીના વેકેશનમાં ઐઠોરના ગામી પાટીદાર પરિવાર દ્વારા ગોઠવાયેલ
આ ઉમદા સામાજીક સેવાની આખા ઐઠોર ગામમાં ચોમેર પ્રશંસા થઇ રહી છે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
