ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બંધારડા ગામના જીવીબેન રામભાઈ બાબરીયા ઉંમર વર્ષ ૮૦ તારીખ ૮/૮/૨૦૨૫

ના રોજ બંધારડા ગામેથી સમઢીયાળા ગામે બેંકમાં પૈસા ઉપાડી બેડીયા ગામ સુધી રિક્ષામાં આવેલ હતા ત્યાંથી ચાલતા બંધારડા ગામે જતા રસ્તામાં કાર નંબર GJ-18 BB 2167 માં આવેલ રીઢા ગુનેગારોએ મૃતક જીવીબેન નું અપહરણ કરી આ કારમાં જ સોનાના દાગીના તથા રોકડ રકમની લૂંટ કરી વૃદ્ધા નું માથું કારની સીટના લોખંડના હુકમાં ભટકાવી ક્રૂરતાપૂર્વક હત્યા કરીને લાશને જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે ખાડી નજીક ફેંકી ગયેલ હતા. આવી કબુલાત આ રીઢા ગુનેગારોએ નવસારી પોલીસના હાથે ઝડપાયા બાદ કરી હતી. આ ગુનાના આરોપી (હિસ્ટ્રી સિટર) ૧) મહેશ અશોક નાનજી સોલંકી-ગામ કોદીયા તાલુકો ગીર ગઢડા જિલ્લો ગીર સોમનાથ(૨) કલ્પેશ કાળીયો ભાવેશભાઈ ભોળાભાઈ મકવાણા-ગામ કુંડલીયાળા તાલુકો રાજુલા જિલ્લો અમરેલી (૩) મનીષ અશોક સોલંકી-ગામ ચોટીલા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર (૪) કરણ નગાભાઈ મકવાણા-ગામ ઉંટવાળા તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ (૫) રામ ઉર્ફ કાળો ગામ અમદાવાદ
ગીર ગઢડા પોલીસે એક કિશોર સહિત બે આરોપીની ધરપકડ કરી છે અને ત્રણ આરોપી અન્ય ગુનામાં જેલમાં હોય તેમ જાણવા મળેલ છે. તમામ શખ્સો રીઢા ગુનેગાર તેઓ કારમાં લિફ્ટ આપી અપહરણ કરી લૂંટ ચલાવી ને હત્યા કરી લાશને અવાવરું જગ્યાએ ઠેકાણે પાડતા હોવાનું સામે આવ્યું છે. મૃતક જીવીબેન ના પરિવારજનોએ તારીખ ૧૨/ ૮/૨૫ ના રોજ ગીર ગઢડા પોલીસમાં વૃદ્ધા ગુમ થવાની જાણ કરી હતી. તારીખ ૧/૯/૨૫ ના રોજ જાફરાબાદ તાલુકા ના કડીયાળી ગામે ( ખાડી) થી માનવ કંકાલ અને મહિલાના કપડા મળી આવેલ હતા. જાફરાબાદ પોલીસે માનવ અવશેસો અને પરિવારના સેમ્પલ લઇ ડી.એન.એ. ટેસ્ટ માટે ગાંધીનગર મોકલ્યા હતા તે મેચ થયા હતા. આમ આ નવસારી પોલીસે આ કારના આધારે રીઢાગુનેગાર હિસ્ટ્રી સિટર મહેશ અશોક સોલંકી ગામ-કોદીયા ગીર ગઢડા, મનીષ અશોક સોલંકી ચોટીલા, રામ ઉર્ફે કાળો અમદાવાદ અને એક કિશોર સહિત ચારને ઝડપી પાડ્યા હતા. તેમની કડક પૂછતાંસ દરમિયાન તેમણે બંધારડા ગામ થી ગુમ થયેલ વૃદ્ધા જીવી બેન રામભાઈ બાબરીયા નું અપહરણ કરી લૂંટ અને હત્યા કરી લાશ ઠેકાણે કરી હોવાનો ભેદ ખુલ્યો હતો. આ આરોપીની કબુલાત બાદ ગીર ગઢડા પોલીસે મૃતક વૃધ્ધાના પુત્ર મેપાભાઇ રામભાઈ ની એફઆઇઆર લઈ વધુ તપાસ હાથ ધરી છે.
The Gujarat Live News
