ભચાઉ તાલુકાના કુંજીસર ગામથી શરૂઆત થઈ

કુંજીસર બંદડી અમરસર નેર કડોલ કંથકોટ તોરણીયા લખપત અને આધોઈ મધ્ય મોટી સભાઓનું આયોજન થયું જેમાં સમગ્ર તાલુકામાંથી અને વિવિધ ગામડાઓના ખેડૂતો હાજર રહ્યા દરેક ગામડે ખેડૂતના વિવિધ પ્રશ્નોની ચર્ચા થઈ .. ખેડૂતો પાસેથી પણ ઢગલાબંધ પ્રશ્નો આવ્યા .. ખેડૂતોએ ટાવરલાઇન વીજળી.. પાકના ભાવ રાસાયણિક ખાતર પાક વીમા યોજનાઓ વિશે ભારતીય કિસાન સંઘના આગેવાનો પાસે રજૂઆતો કરી, સંગઠનના આગેવાનો દ્વારા આ બાબતે અત્યાર સુધી સરકાર સમક્ષ થયેલી રજૂઆતો નો વિશ્લેષણ કર્યું અને ભવિષ્યમાં સરકાર આ 10 પ્રશ્નો ના ઉકેલ ના લે તો ભુજ મધ્ય દોઢ લાખની સંખ્યા ભેગી કરવામાં આવશે તેમાં ખેડૂતોને પધારવા આમંત્રણ આપ્યું. દરેક ગામડેથી ખેડૂતોએ પણ આ બાબતે વચન આપ્યું અને વર્તમાન સરકાર સામે સૌ લોકોએ એકી સાથે મોટો આક્રોશ ઠાલવ્યો …ખેડૂત અને ખેતી જ આ દેશનું હૃદય છે હૃદય બંધ થઈ જશે તો ભારત માતાને પરમ વૈભવના શિખરી પહોંચાડવી છે એ સપનું ક્યારેય સાકાર નહીં થાય એ વાત સૌવે સમજવી જરૂરી છે… આ રથયાત્રા દરમિયાન ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના આ લડતના કન્વીનર શિવજીભાઈ બરડીયા જિલ્લાના ઉપપ્રમુખ ભચાભાઈ માતા જિલ્લાના ઉપપ્રમુખ રામજીભાઈ છાંગા જીલા સદસ્ય ડાયાભાઈ ચાવડા તાલુકાના સહ પ્રચાર પ્રમુખ જયરામભાઈ શેખાણી , દામજી ભાઈ બાળા , તાલુકાની ટીમ વિવિધ ગામના ખેડૂતો ભાઈઓ બહેનો હાજર રહ્યા ✍️ભારતીય કિસાન સઘ કચ્છ જિલ્લો

The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!