Gujarat Unseasonal Rain: માવઠાએ ગુજરાતમાં દસેક લાખ હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન પહોચાડયુ છે ત્યારે ખેડૂતો આર્થિક રીતે તબાહ થયા છે. બીજી તરફ, કૃષિમંત્રી અને મુખ્યમંત્રીએ સરવે અંગે કરેલી જાહેરાતમાં વિસંગતતા ઉભી થતાં સરકારની જ વિશ્વસનીયતા સામે સવાલ ઊભા થયાં છે. આ જોતા ખુદ સરકાર જ ગોથે ચડી હોય તેવું ચિત્ર ઊભુ થયુ છે. પાક નુકસાનીનો સરવે કરી સહાય કરવા સરકારે ખાતરી આપી છે ત્યારે ખેડૂતોમાં એવો અવાજ ઉઠ્યો છે કે, ખેતીને એટલું નુકસાન પહોચ્યું છે કે, સહાયથી નુકસાનીની ભરપાઈ થાય તેમ નથી.

આ પણ વાંચોઃ ભાવનગરના ખેડૂતોનો સર્વે કામગીરીનો ઉગ્ર વિરોધ: 100 ટકા વળતરની માંગ, આજે કલેક્ટરને આવેદનપત્ર અપાશે

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!