આમ તો ભાજપ પક્ષ સંયમ અને શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, પરંતુ અહીંયા રાજકારણમાં ક્યારે ઉથલ પાથલ થાય તે નક્કી હોતું નથી. હાલમાં ડભોઈ APMCમાં ચૂંટણી માથે છે, ત્યારે ધારાસભ્ય શૈલેષ સોટ્ટા (મહેતા) દ્વારા સ્નેહમિલન કાર્યક્રમમાં વિરોધીઓને મદદ કરતા ભાજપના લોકોને ખુલ્લા મંચ પરથી ગદ્દાર કરી ચેલેન્જ આપી અને કહ્યું કે, એક પણ સીટ જીતાડી બતાવે. સાથે તેમના નામ પણ તેઓની પાસે આવી ગયા છે અને ચૂંટણી બાદ ખબર પડશે કે ભાજપ વિરૂદ્ધ જઈને શું મળ્યું? ‘APMCમાં ભાજપનું શાસન આવવાનું જ છે’
આ અંગે શૈલેષ સોટ્ટાએ જણાવ્યું હતું કે, જ્ઞાતિવાદ જે લોકો ચલાવતા હતા તે બધા લોકોએ હારવું પડ્યું છે. અત્યારે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપનું શાસન છે અને એપીએમસીમાં પણ કાલે ભાજપનું શાસન આવવાનું છે. ફોર્મ ભરાઈ ગયા છે અને અંતિમ તારીખ છે ફોર્મ ખેંચવાની, ત્યારે આપણી છ સીટો તો બિન હરીફ જાહેર થવાની છે. શરૂઆતથી અત્યાર સુધી APMCમાં ભાજપનો એકપણ સભ્ય આવ્યો નથી અને આ વખતે મને જવાબદારી આપવામાં આવી છે અને મેં જવાબદારી લીધી છે કે, આ વખતે અહીંયા ભાજપની શાસન આવશે. ‘એક સીટ તમારી જીતાડીને બતાવજો’
વધુમાં કહ્યું કે, જે લોકોએ સામે ફોર્મ ભર્યા છે તે આપણે બધા જાણીએ છીએ. આપણા જ કેટલાક લોકો તેઓને મદદરૂપ કરી રહ્યા છે, તેઓના નામ પણ છે. 10 તારીખે ચૂંટણી થશે અને 11 તારીખે તેમને થશે ભાજપની વિરુદ્ધ જઈને શું મળ્યું? આવ્યો ત્યારથી હું કહું છું કે આ કેસરિયો ખેસ મારી પર ન હોય તો તેની કોઈ કિંમત નથી. અને જે લોકો પોતાની જાતને કંઈક અલગ સમજે છે અને ગદ્દારી કરવા નિકળ્યા છે, તેઓને અહિયાથી હું ચેલેન્જ આપું છું કે એક સીટ તમારી જીતાડીને બતાવજો. ડભોઇ APMCમાં સોળે સોળ સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. આ તમામ સીટ જીતીને APMCમાં રાજ કરશું. આગામી ચૂંટણીઓમાં પણ ભાજપ જીતશે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!