– શિકાગો બ્લોવર કંપનીની બેદરકારી છે કે કેમ તે અંગે તપાસ

– શરીરના અવશેષો 50 ફૂટ સુધી પથરાયા : મહુધાના ધંધોડી ગામના યુવકના મૃત્યુથી પરિવારમાં આક્રંદ

નડિયાદ : ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામમાં આવેલી શિકાગો બ્લોવર કંપનીમાં આજે બપોરના સમયે એક હૃદયદ્રાવક દુર્ઘટના બની છે. મહુધા તાલુકાના ધંધોડી ગામનો યુવાન કામ દરમિયાન બોઇલર મશીનમાં આવી જતા શરીરના ટુકડે ટુકડા થઈ ગયા હતા. અવશેષો કંપનીમાં ૫૦ ફૂટ જેટલા વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. આ બનાવ અંગે એફએસએતની ટીમ સહીત મહેમદાવાદ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!