નિવૃત આર્મીમેન વાડી માલિકને અંધારામાં રાખીને વાવતેર કર્યું હતું

કપાસની આડમાં ગાંજાનું જંગી વાવેતર ઝડપાયુંં,૧૫૬ કિલો ગાંજાના છોડ સાથે વાડી ભાગિયા શખ્સની ધરપકડ

અમરેલી:  લાઠી તાલુકાના મતિરાળા ગામે નિવૃત આર્મીમેનને ભાગમાં વાવવા આપેલી વાડીમાં મોટા પાયે થયેલા  ગાંજાના વાવેતર પર પોલીસે ત્રાટકી ૧૫૫ કિલો અને ૮૬૫ ગ્રામ ગાંજાના છોડ સાથે વાડી ભાગિયા શખ્સને પકડી પાડયો છે.

બનાવની વધુ વિગત મુજબ પોલીસને બાતમી મળી હતી કે લાઠી તાલુકાના મતિરાળા ગામની સીમમાં ગાંજાના છોડનું મોટું વાવેતર થયું છે.આથી એસઓજી પોલીસ ઈન્સપેકટર ચૌધરી અને સ્ટાફ સીમમાં પહોંચ્યો હતો.

 

Source permalink: https://www.gujaratsamachar.com/news/gujarat/marijuana-worth-rs-77-93-lakh-seized-in-matirala-area-of-lathi-taluka-20537583046.html

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!