અમારી કોલેજના Nss પ્રોગ્રામ ઓફિસર ડૉ ધરતીબેન જૈન અને 30 વિધાર્થીઓ દ્વારા 1250 ઈકો બ્રિક્સ બોટલ ભેગી કરી કોલેજ નેપોલીથીન પ્લાસ્ટિક મુક્ત કોલેજ બનાવી છે.


આજની વૈશ્વિક સમસ્યા પર્યાવરણની છે. છેલ્લા એક દાયકામાં પર્યાવરણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ખોટા ઉપયોગથી કેન્સર અને એના જેવા ભયંકર રોગોનું પ્રમાણ ખૂબ વધ્યું છે.
દરિયામાં, નદીમાં, તળાવમાં જયા જુવો ત્યાં પોલીથીન પ્લાસ્ટિક દેખાય છે . આ જોતા સરકાર સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા જાગૃતિ લાવવાનું કામ કરી રહી છે. સરકાર દ્વારા આવા અનેક અભિયાન ચાલુ કર્યા છે. જેમાં છેલ્લા એક વર્ષથી મિનેષ પ્રજાપતિ આચાર્ય વાર્તાનો વડલો મહમદપૂરા પ્રાથમિક શાળા કપડવંજ સાથે શ્રી પુલકુતભાઇ જોશી અને સમગ્ર રાજ્ય સંયોજક ટીમ ગુજરાત દ્વારા શાળાઓને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન ચાલુ કર્યું છે.
આ અભિયાનનો મુખ્ય હેતુ બાળકોના જન્મ દિવસ પર ચોકલેટના બદલે મુઠી અનાજ લાવે પક્ષીને આપે અથવા મુઠી લોટ લાવે કીડીઓને આપે અને જો ઘરે પ્લાસ્ટિક હોય તો માત્ર એક દિવસના પ્રયોગથી નકામી પ્લાસ્ટિકની બોટલમાં નકામું પોલીથીન પ્લાસ્ટિક ભરે અને શાકભાજી લેવા માટે કાપડની થેલીનો ઉપયોગ કરે એવા ઘરે મેસેજ આપે તેવું મહાઅભિયાન ચાલુ કર્યું જેમાં શરૂઆતમાં પર્યાવરણ ગતિવિધિ જોડાઈ અને સાથે શાળા પણ જોડાઈ 500 બોટલ એકત્ર કરવામાં આવી અને વર્ષ ભેર પ્રયોગ કરતા ધ્યાનમાં આવ્યું કે ફક્ત એક સ્કૂલના 200 બાળકોના એક વર્ષમાં ચોકલેટમાં વાલીઓના 40000 રૂપિયાની બચત થઈ અને બાળકો ચોકલેટ ના ખાવાથી દાંત પણ ના બગડ્યા અને બીમાર પણ ના પડ્યા. આ સમગ્ર અહેવાલ ધ્યાનમાં રાખી ખેડા જિલ્લાની શાળાઓ સાથે રાજ્યની શાળામાં મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું. જેમાં શરૂઆતમાં 500 શાળાના 1 લાખ બાળકો દ્વારા ચોકલેટ પડીકા બંધ કરી સિંગલ યુઝ પોલીથીન નકામી પ્લાસ્ટિકની બોટલમાં ભરી 5 લાખ બોટલ એકત્ર કરી પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવામાં આવી હતી અને સમગ્ર બોટલ બગીચામાં કે રિસાયકલ માં કે નગર પાલિકામાં દિવાલ બનાવવામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અભિયાન સફળ થતા વધુ વેગ મળ્યો હતો. અને આગળ વધારતા સ્વરછતા હિ સેવા , પર્યાવરણ પ્રયોગશાળા તેમજ ઈકો ક્લબ અંતર્ગત 2525 શિક્ષકો દ્વારા પર્યાવરણ પર કરવામાં આવેલ કામ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા..
એમ કુલ 3000 શાળાના 2 લાખ થી વધુ બાળકો જોડાયા હતા.
અમારી વડનગર કોલેજ પણ 1250 બોટલ સાથે પ્લાસ્ટિક મુક્તમાં જોડાઈ કોલેજ પ્લાસ્ટિક મુક્ત બની છે.
સમગ્ર અહેવાલ વર્લ્ડ વાઈડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સબમિટ કરાવવામાં આવ્યો હતો. સમગ્ર પ્રયોગ સફળ રહેતા વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર આ કોલેજને એનાયત કરવામાં આવ્યો હતો.
આ અભિયાન કોલેજ દ્વારા ગામ સુધી પણ પહોંચ્યું અને અનેક ગામ પણ જોડાઈ પ્રમાણપત્ર મેળવ્યું. અમારી સાથે મદદનીશ સચિવ શ્રી પુલકુતભાઇ જોશી, સુરેશભાઈ ઠક્કર તેમજ ખેડાની ટીમ , રાજ્ય સંયોજક ટીમ બધા મળી 200 કરતા વધુ સંયોજક જોડાયા હતા.
હવે આ અભિયાન સફળ થતા રાજ્યની અનેક શાળાઓ પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન ચાલુ રાખ્યું છે. જે પણ શાળા, કોલેજ બાળકોના જન્મ દિવસે અથવા અન્ય સારા પ્રસંગે ચોકલેટ ,પડીકા કે પ્લાસ્ટિક બંધ કરી પ્લાસ્ટિક મુકત શાળા બનાવશે તેવી તમામ શાળા, કોલેજ આમની સાથે જોડાશે તો ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમગ્ર અહેવાલ સબમિટ કરવામાં આવશે અને સિલેક્ટ થશે તો ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર જોડાયેલ તમામ શાળાને આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર કાર્યક્રમ માત્ર એક દિવસમાં જ શાળામાં પ્રાર્થનામાં સમજ આપવાથી પૂર્ણ થાય તેમ છે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
