સુરતમાં ચાલતા કોલ સેન્ટરના માધ્યમથી લોન અને નોકરીના નામે લોકોને ખંખેરતી ગેંગનો પર્દાફાશ થયો છે. 15મી નવેમ્બરે સુરતના ડુમસરોડ અને પાલનપુર ્સથિત બે ઓફિસો પર દોડા પાડી કોલ સેન્ટરના માસ્ટર માઈન્ટ નીતેશ ખવાણીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે. સુરતમાં જે કોલસેન્ટર ચાલતુ હતું તેના માધ્યમથી લોન લેવા અને નોકરી ઈચ્છુક લોકોના ડેટા મેળવી તેઓને ફોન કરાતો હતો. ત્યારબાદ આરોપીઓ તેના ડોક્યુમેન્ટ મેળવી ACB મેન્ડેટ તૈયાર કરી બેંકમાંથી ટુકડે ટુકડે રકમ ઉપાડી લેતા હતા. આ ટોળકીના અત્યાર સુધીમાં 1200થી વધુ લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ટોળકી દ્વારા 9 કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે. આગામી દિવસોમાં આંકડો વધવાની શક્યતા છે. આરોપીઓ દ્વારા દુબઈના વોટ્સએપ નંબર પર દરરોજ એક્સેલ સીટ મોકલતા હોવાની વિગતો પણ મળી આવી છે. આરોપીઓ દ્વારા બે પ્રકારના લોકોને નિશાન બનાવવામાં આવતા ભાગ-1: ગરીબ અને મધ્યમવર્ગીય લોન લેનારાઓ સાથેની છેતરપિંડી
આ કૌભાંડનો સૌથી મોટો અને આર્થિક રીતે નુકસાનકારક પાર્ટ ઓનલાઈન લોન લેવા માંગતા લોકો પર કેન્દ્રિત હતો. જેમને તાત્કાલિક પૈસાની જરૂર હતી તેવા લોકોને આરોપીઓએ સરળતાથી લોન આપવાની લાલચ આપીને ફસાવ્યા હતા.ફ્રોડની શરૂઆત એવા લોકોથી થતી હતી જેઓ વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર પર્સનલ લોન માટે અરજી કરતા હતા. આરોપી નીતેશ ખવાણીની કંપની ‘Globelink Tech Services’ કે ‘Smaex Enterprise’ આ અરજદારોનો ડેટા મેળવી લેતી હતી. ત્યારબાદ કોલ સેન્ટરમાં બેઠેલા કર્મચારીઓ જેમને એક ખાસ સ્ક્રિપ્ટ શીખવવામાં આવતી હતી, તે અરજદારોનો સંપર્ક કરતા અને તેમને વિશ્વાસ અપાવતા કે તેમની લોન મંજૂર થઈ ગઈ છે. ACH મેન્ડેટ તૈયાર કરી ગ્રાહકોના ખાતામાંથી પૈસા ઉસેડી લેતા
લોન મંજૂર થઈ ગયા પછી, પ્રોસેસિંગ માટે પીડિતો પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની વિગતો અને અન્ય જરૂરી દસ્તાવેજો મંગાવવામાં આવતા હતા. અહીંથી જ છેતરપિંડી શરૂ થતી હતી.આરોપીઓ આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને પીડિતની સહમતી અને જાણકારી વિના જ બેંકમાં ACH ઓટોમેટિક કલિયરિંગ હાઉસ મેન્ડેટ તૈયાર કરતા અને જમા કરાવતા. ACH મેન્ડેટ એ બેંકિંગ પ્રક્રિયા છે, જે ગ્રાહકના ખાતામાંથી ચોક્કસ રકમ નિયમિત અંતરાલે ડેબિટ કરવાની પરવાનગી આપે છે. એકવાર આ ACH મેન્ડેટ તૈયાર થઈ ગયા પછી આરોપીઓ પીડિતના ખાતામાંથી 3,170 થી લઈને 25,000 સુધીની રકમ (લોનની પ્રોસેસિંગ ફી, વીમા ફી વગેરેના નામે) એક જ ઝાટકે ખેંચી લેતા હતા. પીડિતોને આ રકમ કપાયા બાદ ખબર પડતી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. કોઈકના 10 હજાર ગયા તો કોઈકના 39 હજાર ગયા
ઉમેશ શિંદે નામના એક પીડિતે ઈમેલ કરીને ફરિયાદ કરી હતી કે, તેણે કોઈ લોન લીધી ન હોવા છતાં તેના ખાતામાંથી 99, 3000, 5000 અને 11000 એમ જુદી જુદી રકમ કંપનીના નામે કાપી લેવામાં આવી છે. આ દર્શાવે છે કે નાનામાં નાની રકમ કાપીને પણ આરોપીઓ મોટી કમાણી કરતા હતા. જય વ્યાસ નામના અન્ય એક પીડિતના ખાતામાંથી તો 39,000 જેટલી મોટી રકમની કપાત થઈ હતી. લવ કુમાર નામના પીડિતે ફરિયાદ કરી કે ICICI બેંકના તેના ખાતામાંથી ACH Mandateના નામે 3,000, 4,000, 5000 અને 2000 મળીને ચાર વખત નાણાં કપાયા હતા. આ તમામ ઈમેલ director@globelinktechservices.com થી officernodalofficial@gmail.com પર ફોરવર્ડ કરાયેલા મળ્યા હતા. લોનની જરૂરિયાત ધરાવતા આ ગરીબ અને મધ્યમવર્ગીય લોકોએ લોન તો ન મેળવી, પરંતુ તેમની પાસે જે થોડીઘણી બચત હતી તે પણ આ ઠગબાજોએ ACH મેન્ડેટના દુરુપયોગ દ્વારા હડપી લીધી. અત્યાર સુધીમાં 1,187 ACH/NACH ટ્રાન્ઝેક્શન્સ દ્વારા કુલ 9.92 કરોડની રકમની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. ભાગ-2: બેરોજગાર યુવાનોને નિશાન બનાવતી ‘વર્ક ફ્રોમ હોમ’ જોબ સ્કેમ
બીજા કૌભાંડમાં આ રેકેટે ખાસ કરીને નોકરીની શોધમાં રહેલા યુવાનોને નિશાન બનાવ્યા હતા, જેઓ આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા હતા.આરોપીઓ ‘Work India’ જેવી વેબસાઇટ્સ પરથી નોકરી શોધતા ઉમેદવારોનો ડેટા મેળવતા.ઉમેદવારોને ‘Bytesolver Pvt Ltd’ નામની કંપનીમાં વર્ક ફ્રોમ હોમ જોબની આકર્ષક ઓફર આપવામાં આવતી, જેના માટે 10,000 + GST ફી નક્કી કરવામાં આવતી.નોકરીની લાલચ આપીને તેમની પાસેથી આ ફી માટે ડિજિટલ સર્વિસ કોન્ટ્રાક્ટ પર સહી કરાવી લેવામાં આવતી હતી. લીગલ નોટિસ દ્વારા ડરાવીને વસૂલી કરતા
ફી લીધા પછી, દસ દિવસના સમયગાળા બાદ, પીડિતોને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવતી કે, તેમનો કોન્ટ્રાક્ટ અમુક કારણોસર રદ કરવામાં આવ્યો છે. અહીંથી ધમકી શરૂ થતી હતી. આરોપીઓ વકીલ અયાઝ એલ. ટીમ ના માધ્યમથી પીડિતોને કાયદાકીય નોટિસ મોકલતા હતા. આ નોટિસમાં કાયદાકીય કાર્યવાહીની ધમકી આપીને, કોન્ટ્રાક્ટના ભંગ બદલ દંડ તરીકે 10,000 સુધીની રકમની વસૂલી કરવામાં આવતી હતી. પોલીસે ઓફિસમાંથી 45 જેટલી આવી કાયદાકીય નોટિસની નકલો જપ્ત કરી છે. બેરોજગારી અને કાયદાકીય કાર્યવાહીના ડર હેઠળ, અનેક યુવાનોએ ન છૂટકે આ ગેરકાયદેસર રકમ ચૂકવી દીધી હતી. આમ, આ ઠગબાજોએ નોકરીની શોધમાં નીકળેલા યુવાનોની આશાને પણ લૂંટી લીધી હતી. કૌભાંડનું આંતરરાજ્ય નેટવર્ક
નીતેશ ખવાણી આ સમગ્ર ઓપરેશનનો માસ્ટરમાઇન્ડ હતો, જે પોતે ડિજિટલ માર્કેટિંગનો નિષ્ણાત હોવાનું જણાવતો હતો. તેના ગુનાહિત રેકોર્ડમાં અમદાવાદ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ લોન અને ડિજિટલ પેમેન્ટ ફ્રોડના કેસ નોંધાયેલા છે.કોલ સેન્ટર મેનેજર મોહમ્મદ જાવેદ નાસીરવાલા અને અન્ય 8 કર્મચારીઓ આ કૌભાંડમાં સક્રિય હતા. તેઓ સ્ક્રિપ્ટના આધારે પીડિતોને ફોન કરતા અને રિકવરી ટીમના સભ્યો કાયદાકીય નોટિસ દ્વારા ડરાવતા. રેકેટના તાર દુબઈ સુધી જોડાયેલા
નીતેશના ફોનમાંથી મળેલા પુરાવા દર્શાવે છે કે આ રેકેટના તાર દુબઈ સુધી જોડાયેલા હતા. એક વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ દુબઈના નંબર પરથી લોગિન હતું, અને ‘Daily Reporting Group’ માં દરરોજ કલેક્શનની એક્સેલ શીટ્સ મોકલાતી હતી. આ દર્શાવે છે કે આ એક અત્યંત સંગઠિત અને વ્યવસ્થિત આંતરરાજ્ય ગુનાહિત સિન્ડિકેટ હતું.ઈમેલ દ્વારા મળેલી ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ સેલના વરિષ્ઠ અધિકારીઓના નિર્દેશન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પરમાર અને પીએસઆઈ ડી.વી. ગામિત સહિતની 16 સભ્યોની ટીમ દ્વારા 15 નવેમ્બર, 2025ના રોજ ડુમસ રોડ અને પાલનપુર સ્થિત બે ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા. સ્વસ્તિક યુનિવર્સલ બિલ્ડિંગની ઓફિસ નં. 306 જ્યાં ‘Smaex Enterprise Pvt Ltd’ અને ‘Adv. Ayaz I Timol’ ના બોર્ડ લાગેલા હતા, ત્યાંથી નીતેશ ખવાણીને ઝડપી લેવાયો હતો. આ કૌભાંડ દેશ માટે ચેતવણીરૂપ છે- બિશાખા જૈન
સાયબર સેલના ડીસીપી બિશાખા જૈનએ જણાવ્યું હતું કે, પોલીસે ઘટનાસ્થળ પરથી તમામ મહત્ત્વના દસ્તાવેજો, હાર્ડવેર અને ACH મેન્ડેટના રેકોર્ડ જપ્ત કરીને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી, 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સાયબર ક્રાઇમની આ સરાહનીય કામગીરીથી 1,222થી વધુ પીડિતોને ન્યાય મળવાની આશા જાગી છે. આ કૌભાંડ સુરત જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે એક ચેતવણીરૂપ છે કે ઓનલાઈન લોન અને જોબ ઓફરના નામે થતી છેતરપિંડીમાં કેવી રીતે બેંકિંગ પ્રક્રિયાઓનો પણ દુરુપયોગ કરવામાં આવે છે. આ સમાચાર પણ વાંચોઃ
પાકિસ્તાની એજન્ટો દુબઈ-વિયેતનામની ટિકિટ કરાવે, ત્યાં ચીની ગેંગ પાસપોર્ટ-મોબાઈલ જપ્ત કરી બળજબરીથી સાયબર ફ્રોડ કરાવતા ગુજરાત સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સાયબર સ્લેવરી (સાયબર ગુલામી) રેકેટનો મોટો પર્દાફાશ કરતા જૂનાગઢના પતિ-પત્ની સહિત 3 એજન્ટોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ પાકિસ્તાનના બે ભાઈઓ સાથે મિલીભગત કરતા હતા અને દેશ-વિદેશમાં યુવક-યુવતીઓને નોકરીના નામે છેતરતાં હતાં. (સંપૂર્ણ સમાચાર વાંચો)

| Source permalink: | https://www.divyabhaskar.co.in/local/gujarat/surat/news/surat-call-center-loan-job-fraud-nitesh-khawani-arrested-9-crore-scammed-136444119.html |