
ઘરમાંથી ઈન્જેક્શન મળી આવ્યું, ચાવી કચરા ટોપલીમાંથી મળી : ‘હું હમણાં આવું છું’ કહીને દુકાને પરિચિતને બેસાડીને ઘરે ગયા પછી ભેદી બનાવ : શરીર પરથી સોનાના દાગીના ગૂમ
વેરાવળ, : અહીની હુડકો સોસાયટીમાં રહેતા અને ઘરની બાજુમાં જ પ્રોવિઝન સ્ટોર ધરાવતી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સન્નાટો મચી ગયો છે. આ બાબતે પોલીસે હાલ તો અકસ્માત મૃત્યુની નોંધ કરી છે તેમજ મહિલાના મૃતદેહને જામનગર સરકારી હોસ્પિટલમાં પેનલ પી.એમ માટે મોકલવામાં આવી છે.
હુડકો સોસાયટીમાં રહેતા ભાવનાબેન અરૂણભાઈ ચાંડેગરા એમના ઘરથી થોડે દૂર પ્રોવિઝન સ્ટોર ધરાવે છે.
