ભચાઉમાં પત્રકાર પર ખોટી FIR નોંધાતા જિલ્લા પત્રકારિતામાં હાહાકાર મચી ગયો છે. પત્રકાર મહેશ રાજગોર વિરુદ્ધ અદાણી કંપનીના અધિકારી કમલેશ મોદી દ્વારા દાખલ કરાયેલી ફરિયાદને પત્રકાર વર્ગે “પત્રકારોને ચૂપ કરાવવાનો પ્રયત્ન” ગણાવ્યો છે.

પત્રકાર એસોસિએશને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે— “પત્રકારો પર ખોટા કેસની રાજનીતિ હવે નહીં ચાલે, જરૂરી હોય તો કોર્ટના દ્વાર ખટખટાવશું.”
અદાણી–પોલીસ જોડાણ? 200થી 300 પોલીસની હાજરીમાં ‘લૂંટ’નો આરોપ અને પત્રકારને નિશાન! સૂત્રોની માનીએ તો કચ્છમાં પહેલીવાર એવી ઘટનાની ચર્ચા છે જ્યાં મામલતદાર, LCB PI, ભચાઉ DSP સામખિયાળી PI સહિત 200–300 જેટલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં ‘લૂંટ’ના બનાવની વાત સામે આવી છે.
અને એ જ કેસમાં કાર્યરત પત્રકાર પર જ FIR, જેને પત્રકારો મોટી “સાજિશ” તરીકે જોઈ રહ્યા છે.
સ્થાનિક પત્રકારોનું કહેવું છે કે–
“કચ્છમાં ચાલી રહેલા ખેડૂતો–કંપની વિવાદ સતત 80 દિવસ થી જનતા સુધી પહોંચડવાનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન પત્રકારોના લાઈવ કવરેજથી અસ્વસ્થ બનેલા તકોને પત્રકારોને દબાવવા માટે ખોટા કેસોનો રસ્તો પસંદ કર્યો છે.”
અદાણી અધિકારી કમલેશ મોદીની ભૂમિકા સવાલોમાં ખેડૂતો અને કંપની વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન કમલેશ મોદીએ પત્રકારોને “ભાઈ, વધારે લાઈવ મૂકો છો… ખોટા વીડિયો વાયરલ કરો છો” જેવી ટકોરો કરી હતી. ત્યારે જ પત્રકારોને ધમકીઓ આપવામાં આવી હોવાનો આક્ષેપ છે અને ખેડૂત હોવ તો મીડિયા લાઇન મૂકી દયો એવા જવાબ પણ આપવામાં આવ્યા હતા અને મુખ્ય વાત તમે મીડિયા વાળા બધા ખોટા છો એવું પણ બોલવામાં આવ્યું હતું
પત્રકારોને લાગે છે કે– “આ FIR કોઈ સામાન્ય ફરિયાદ નથી… આ પત્રકારોને દબાવવાનો સંગઠિત પ્લાન છે.”
સમગ્ર કચ્છમાં સનસનાટી આ મામલે કચ્છ પત્રકાર એસોસિયેશન, ભચાઉના સ્થાનિક પત્રકારો, અને અનેક મીડિયા સંસ્થાઓએ એકજૂટતા દર્શાવીને કહ્યું છે: “જોકે FIR ખોટી છે, કાયદાનો દુરૂપયોગ થયો છે અને પત્રકારોના અધિકારો પર સીધું હુમલો છે.”
પત્રકાર એસોસિયેશને જાહેરાત કરી છે કે જો જરૂરી પડે તો
હાઈકોર્ટ સુધી કાનૂની જંગ લડાશે.
The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ
