
Luteri Dulhan Gang : મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના આદિવાડા ગામના એક યુવક સાથે લગ્ન કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના ગુનામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. બેચરાજી પોલીસે આંતર જિલ્લા ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો પર્દાફાશ કરી ત્રણ મહિલાઓ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે આ ટોળકીએ માત્ર બેચરાજી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અનેક યુવાનોને લગ્નની જાળમાં ફસાવી શિકાર બનાવ્યા હતા.
શું હતો સમગ્ર મામલો?
આદિવાડા ગામના 31 વર્ષીય સચિનભાઈ રાજેશકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, અમદાવાદની એક યુવતી સાથે તેમના લગ્ન થયા હતા.
