શહેરના પાલડી વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. મંગળવારે (18 નવેમ્બર) એક જ શ્વાને હીરાબાગ ક્રોસિંગ પાસે અને શારદા મંદિર રોડ પર 5થી વધુ વ્યક્તિઓને કરડી નાખ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આમાંથી એક ઘટના PGમાં રહેતા યુવક પર થયેલા હુમલાની CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. PGમાં રહેતા યુવક પર શ્વાને હુમલો કર્યો
આ CCTVમાં શ્વાન યુવકને એકલો જોઈને ઝડપથી દોડીને કરડતો દેખાય છે. સ્થાનિકોએ જણાવ્યું કે, આ વિસ્તારમાં રોજબરોજ આવી ઘટનાઓ બની રહી છે પરંતુ, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શ્વાન પકડવાની કામગીરી નામ માત્રની છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. કોર્પોરેટર અને સ્થાનિકોએ મહાનગરપાલિકા પર બેદરકારીનો આક્ષેપ કર્યો
હીરાબાગ ક્રોસિંગ પાસે તથા શારદા મંદિર રોડ પર એક જ આક્રમક શ્વાને પાંચથી વધુ વ્યક્તિઓને કરડી નાખ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. ​​​​​​આ ઘટનાઓને લઈને ​સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રખડતા શ્વાનોને પકડવાની કાર્યવાહી ફક્ત કાગળ પર જ ચાલે છે. “અહીં દરરોજ લોકો કરડાય છે, પરંતુ મહાનગરપાલિકાની ટીમ ક્યારેય દેખાતી નથી,” એમ હીરાબાગના રહેવાસીએ જણાવ્યું. આ ઘટના બાદ વિસ્તારના કોર્પોરેટર તથા સ્થાનિક રહેવાસીઓએ મહાનગરપાલિકા પર ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે અને તાત્કાલિક શ્વાન પકડવાની કામગીરી હાથ ધરવા માંગ કરી છે. ગલ્લેથી ઉતરી દીકરીને બૂમ પાડતો ત્યારે કૂતરાએ મારી પર હુમલો કર્યો હતો
પાલડીના સુખીપુરામાં પાનનો ગલ્લો ચલાવતા અમિત મકવાણાએ કૂતરાના આતંકનો ભોગ બન્યા છે. તેમણે ‘દિવ્ય ભાસ્કર’ને કહ્યું કે, હું 18 નવેમ્બરે બપોરે ગલ્લેથી ઉતરી દીકરીને બૂમ પાડતો ત્યારે કૂતરાએ મારી પર હુમલો કર્યો હતો. મેં કૂતરાને ભગાડવાની કોશિશ કરી ત્યારે તેણે ફરીથી હુમલો કરતા મારી આંગળી કરડી ખાધી હતી. હું 108 બોલાવી વીએસ ગયો. જ્યાં ડોક્ટરોએ હાડકાનો ડોક્ટર ન હોવાનું જણાવી સારવાર કરવાની ના પાડી. જો આંગળી બરફમાં મૂકીને સમયસર આવી ગયા હોત તો કદાચ જોડાઈ ગઈ હોત
આ સમયે ત્યાં હાજર એક મહિલા ડોક્ટરે SVPમાં જવાની સલાહ આપી હતી. હું ત્યાં ગયો તો ડોક્ટરોએ પ્રાઈવેટ હોસ્પિટલ છે તેવું કહી સારવારની ના પાડી હતી. આ તમામ પ્રક્રિયામાં 3 કલાકનો સમય જતો રહ્યો. મેં ફરી 6.30 વાગ્યે 108 બોલાવી સિવિલ ગયો. આંગળીનો એક્સ-રે સહિત અન્ય તપાસ રાત્રે 10 વાગ્યે ઓપરેશન થયું. પણ ડોક્ટરોએ કહ્યું કે જો આંગળી બરફમાં મૂકીને સમયસર આવી ગયા હોત તો કદાચ આંગળી જોડાઈ ગઈ હોત. શહેરમાં દર 10 મિનિટે 1 વ્યક્તિને કૂતરું કરડે છે
શહેરમાં પ્રતિ દિવસ કૂતરા કરડવાના 173 કેસ આવે છે. તેને ધ્યાને લેતા પ્રતિ 10 મિનિટે એક વ્યક્તિ કૂતરાના આતંકનો ભોગ બને છે. મ્યુનિ. હડકવા વિરોધી રસી આપે છે. છે. જેમાં રૂપિયા 220માં આવતા એક ઈન્જેક્શનમાંથી 5 વ્યક્તિને ડોઝ આપવામાં આવે છે. પાલડીમાં એક જ દિવસમાં 8 લોકોને કૂતરાએ બચકાં ભર્યાં
પાલડી વિસ્તારમાં શારદા મંદિર રોડ પર સુખીપુરા વિસ્તારમાં રખડતાં કૂતરાનો આંતક હોવાથી લોકો ભયમાં છે. સ્થાનિક રહેવાસી મહેશ પરમારે જણાવ્યું કે, 18મીએ એક જ દિવસમાં આ કૂતરાએ લગભગ 8 જેટલા લોકોને બચકું ભર્યું છે. જેમાં એક વ્યક્તિની આંગળીમાં વધુ ઈજા થતાં કપાવવી પડે છે. મ્યુનિ. ટીમ પહોંચે તે પહેલા NGO કૂતરાને લઈ ગઈ
મ્યુનિ. સૂત્રોએ જણાવ્યું કે,સાંજે લગભગ 7.30 વાગે અમને જાણ થઈ હતી. જેથી ટીમ રાત્રે 9.30 વાગે ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં પહોંચી ગયા પછી ખબર પડી કે એક એનજીઓની ટીમ આવી હતી અને તેઓ કૂતરાને લઈ ગઈ છે. આ પણ વાંચો: 4 માસની બાળકીને ફાડી ખાનારા શ્વાનના માલિકની ધરપકડ:યુવતી ફોનમાં વાતોમાં હતી ને હાથમાંથી છટકેલા શ્વાને કાળો કેર વર્તાવ્યો, AMCએ કૂતરાનો કબજો લીધો
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!