
Shocking Case in Mehsana: મહેસાણા જિલ્લાના વિજાપુરમાં એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ધોરણ-2માં અભ્યાસ કરતી એક બાળકીને અજાણ્યા શખસે ઈન્જેક્શન આપ્યું હોવાનું સામે આવ્યું છે. બાળકીએ માતાને આ અંગે જાણ કરતાં તાત્કાલિક મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને સુરક્ષાને લઈને વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે.
બાળકીને તાત્કાલિક મેડિકલ સારવાર
મળતી માહિતી અનુસાર, બાળકીએ તેની માતાને જણાવ્યું હતું કે, અજાણ્યો શખસ તેને સ્કૂલની પાછળ લઈ ગયો હતો અને તેના ખભે હાથ મૂકીને હાથની કોણીથી ઉપરના ભાગે ઈન્જેક્શન આપ્યું હતું. આ ઘટના બાદ બાળકીને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરાયું હતું અને જરૂરી સારવાર આપવામાં આવી હતી.
