વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએએલઓ સહાયક તરીકેની કામગીરી કરતાં એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. BLO સહાયક કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યાં હતાં. ત્યાર બાદ હોસ્પિટલમાં ખસેડાતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં. રાજ્યમાં 4 દિવસમાં 4નાં મોત થયાં છે. ફરજ પર હતાં ત્યારે અચાનક ઢળી પડ્યાં
મૃતક મહિલાનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી (ઉં.વ. 50) છે, જેઓ ગોરવા મહિલા આઇટીઆઇ (ITI)ખાતે નોકરી કરતાં હતાં અને આજે સવારે કડક બજારમાં આવેલી પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતાં. ઉષાબેન સહાયક કામગીરી કરતાં હતાં એ દરમિયાન અચાનક ઢળી પડ્યાં હતાં. ત્યાર બાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. મૂળ નર્મદા જિલ્લાનાં વતની ઉષાબેનને હાર્ટ-એટેકની આશંકા
મળતી માહિતી મુજબ, ઉષાબેન સોલંકી મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાનાં વતની હતાં અને હાલમાં વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતાં હતાં. હાલમાં પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહ ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે કે મોતનું સાચું કારણ શું, પરંતુ હાલમાં હાર્ટ-એટેકની આશંકા છે. આ કરુણ ઘટનાથી તેમના સહકર્મીઓ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો:’મોડીરાત સુધી મહેનત કરવા છતાં, અધિકારીઓ સતત ત્રાસ આપે’:માનસિક રીતે ભાંગી પડેલા શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી ‘તબિયત સારી ન હોવાથી અમે આ કામગીરી ન આપવા પણ રિક્વેસ્ટ કરી હતી’
આ અંગે મૃતક મહિલા ઉષાબેનના પતિ ઇન્દ્રસિંહે જણાવ્યું હતું કે અમે સુભાનપુરા વિસ્તારમાં પીડબ્લ્યુ ક્વાર્ટર્સમાં રહીએ છીએ અને મારી પત્ની મહિલા ગોરવા આઈટીઆઈમાં નોકરી કરે છે. તેઓ BLO સહાયક તરીકે કામગીરી કરતાં હતાં. તેમને તબિયત સારી ન હોવાથી અમે આ કામગીરી ન આપવા પણ રિક્વેસ્ટ કરી હતી. તેઓ આજે શહેરના કડક બજારમાં આવેલી પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતાં. આ પણ વાંચો: દાહોદમાં ચક્કર આવતાં BLO ઢળી પડ્યા: હોસ્પિટલમાં સારવાર ચાલુ, પુત્રએ કહ્યું ‘4–5 દિવસથી સતત કામગીરી અને અધિકારીઓના દબાણથી તબિયત બગડી’ કામનો લોડ, અચાનક બેહોશ ને મોત
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ કામગીરી દરમિયાન સુપરવાઇઝરની રાહ જોઈને બેઠાં હતાં. એ દરમિયાન અચાનક બેહોશ થઈ ગયાં હતાં અને એટેક આવી ગયો હોય એવું લાગી રહ્યું છે. તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યાં, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. ‘કોઈ દબાણ કે ટાર્ગેટ આપવામાં આવ્યો નહોતો’
વડોદરાના જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી સહાયક BLO તરીકે ફરજ બજાવતા હતાં.મૃતક ઉષાબેન સોલંકી હૃદયરોગના દર્દી હતાં અને તેઓ મૂળ નર્મદાના તિલકવાડાના વતની હતા. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, ઉષાબેનને તેમની ફરજ દરમિયાન કોઈ દબાણ કે ટાર્ગેટ આપવામાં આવ્યો નહોતો અને તેમની તરફથી ફરજમુક્તિ માટેની કે અન્ય કોઈ ફરિયાદ પણ આવી નહોતી. કલેક્ટરે જણાવ્યું હતું કે અચાનક ઢળી પડવાને કારણે તેમનું અવસાન થયું છે અને ઘરમાં પણ કામ કરતી વખતે તેઓ પડી જતા હતાં તેવી વિગતો આચાર્ય મારફતે મેળવવામાં આવી છે. ચાર કર્મચારીનાં ચાર દિવસમાં મોત
SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)માટે બીએલઓની કામગીરી કરી રહેલા ચાર કર્મચારીનાં ચાર દિવસમાં મોત થયાં છે, જેમાં કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે કામના દબાણથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી છે. તો તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સહાયક બીએલઓ તરીકે કામ કરતાં શિક્ષિકા કલ્પનાબેન પટેલનું હૃદયરોગના હુમલા બાદ મૃત્યું થયું છે. આ ઘટનાઓના પગલે શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે. આ પહેલાં ખેડા જિલ્લામાં બીએલઓની કામગીરી કરતા દરમિયાન એક શિક્ષકનું હાર્ટ-એટેકથી મોત થયું હતું અને આજે વડોદરામાં BLO સહાયકનું કામગીરી દરમિયાન ઢળી પડવાથી મોત થયું છે. તેમને પણ હાર્ટ-એટેક આવ્યો હોવાની આશંકા છે. આ તરફ અમદાવાદમાં બીએલઓ ફારુક શેખને હૃદયરોગના હુમલા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં સ્ટેન્ટ નાખ્યા બાદ તેમની તબિયત સ્થિર છે. SIR કામગીરીના દબાણથી કોડીનારના BLO શિક્ષકે ફાંસો ખાધો: સુસાઇડ નોટમાં લખ્યું, માનસિક થાક-તણાવ અનુભવું છું
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40)એ આજે (21 નવેમ્બર) સવારે આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાના વતન દેવળી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીનાં કામના દબાણના લીધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાથી શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ) પાદરામાં BLOની તબિયત લથડી: ચૂંટણી કામગીરી દરમિયાન છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલ ખસેડાયા
પાદરામાં ચૂંટણી સંબંધિત SIR કામગીરી કરી રહેલા એક BLOની તબિયત લથડી હતી. ભોજ પી.આર. પટેલ હાઈસ્કૂલના શિક્ષક ઝુલ્ફીકાર પઠાણને મોડી સાંજે છાતીમાં દુખાવો અને બેચેની થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.(વાંચો સંપૂર્ણ સમાચાર) કપડવંજમાં SIRની કામગીરીના દબાણ વચ્ચે શિક્ષકનું હાર્ટ-એટેકથી મોત કપડવંજના જાંબુડી ગામમાં રહેતા અને નવાપુરા ગામની શાળામાં ફરજ બજાવતા આચાર્યનું હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીએલઓની કામગીરીને કારણે ખૂબ તણાવમાં અને દોડધામમાં હોવાનું તેમજ ઉજાગરા પણ કરતા હોવાને લઇને તેમને હૃદયરોગનો હુમલો આવવાથી તેમનું અવસાન થયું હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. (સંપૂર્ણ અહેવાલ વાંચો) આ પણ વાંચો, SIRની કામગીરીમાં હાજર ન થતા શિક્ષકો સામે ધરપકડ વોરંટ: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની CMને ઉગ્ર રજૂઆત, શિક્ષણના ભોગે કરાવાતી BLOની કામગીરીમાંથી મુક્તિ આપવા માગ
BLOને પડી રહેલી મુશ્કેલીઓ આ પણ વાંચો:‘BLOની કામગીરી શિક્ષકોની ફરજ છે, એ એમને કરવું જ પડશે’:‘ધીમી ગતિએ કામ ચાલે છે, 7 ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદી બહાર પાડવાની છે, ઝડપી કામ કરવું પડશે’ મંત્રી ઈશ્વરસિંહ પટેલ