વડોદરાના તાંદલજા વિસ્તારમાં પત્ની સાથે રહેતા 32 વર્ષીય યુવકની હત્યા તેની પત્નીએ પ્રેમી સાથે મળી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઈર્શાદ વણઝારા નામના યુવકનું 18મી તારીખે શંકાસ્પદ મોત થયા બાદ સામાન્ય મૃત્યુ ગણી તેની દફનવિધિ કરી નાખવામાં આવી હતી. પરંતુ, મૃતકના પરિવારજનોને મોતને લઈ શંકા જતા પાંચ દિવસ બાદ ઈર્શાદનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં ઈર્શાદનું ગળું દબાવી હત્યા નિપજાવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આ મામલે મૃતકની પત્ની, તેના પ્રેમી અને પ્રેમીના મિત્ર સામે ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં હત્યાનો ઘટસ્ફોટ થયો
DCP મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, યુવકના મૃતદેહના પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. પત્નીએ તેના પ્રેમી અને પ્રેમીના મિત્રની મદદથી પતિની હત્યા કરી હતી. હવે આ મામલે હત્યાનો ગુનો દાખલ થશે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. 18 નવેમ્બરની રાત્રે ઈર્શાદનું મોત થયું હતું
મળતી માહિતી અનુસાર તાંદલજા ચોક પાસે રહેતા ઈર્શાદ અબ્દુલ કરીમ બંજારાનું 18 નવેમ્બરની રાત્રે મોત નિપજ્યું હતું. 5 સભ્યોના હસતા-રમતા પરિવારમાં એકાએક આ ઘટના ઘટતા પરિવારજનોને આઘાત લાગ્યો હતો. પરિવારજનોએ આ ઘટનાને આકસ્મિક મોત સમજીને 19 નવેમ્બરના રોજ ઇર્શાદની દફનવિધિ પણ કરી દીધી હતી. જોકે, આ ઘટના દરમિયાન પત્નીના ચહેરા પર કોઈ પ્રકારનો શોક ન જોવા મળતા પરિવારજનોના મનમાં શંકા ગઈ હતી અને પરિવારજનોએ પત્નીએ તેના પ્રેમી અને મિત્ર સાથે મળીને દીકરાની હત્યા કરી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. પરિવારજનોએ આ અંગે જે.પી. પોલીસ સ્ટેશનમાં અરજી કરી, જેના આધારે પોલીસ તપાસ હાથ ધરી અને મૃતદેહને કબરમાંથી બહાર કાઢીને ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. મોબાઈલની તપાસ કરતા શંકા પડી, મૃતદેહને કબરમાંથી બહાર કાઢ્યો
દફનવિધિ બાદ મૃતકના પરિવારને શંકા જતાં તેને પત્ની ગુલબાનુના મોબાઇલ ફોનની તપાસ કરી હતી. આ તપાસમાં તેમને જાણવા મળ્યું કે પત્ની ગુલબાનુએ સતત કોઈ એક જ નંબર પર લાંબા સમય સુધી ફોન કર્યા હતા, જેના કારણે તેમની શંકા વધુ ગાઢ બની હતી. આ શંકાના આધારે, હત્યાની સઘન તપાસ કરવા માટે પોલીસ અને મેજિસ્ટ્રેટની હાજરીમાં 32 વર્ષીય યુવકના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ‘નોર્મલ મૃત્યુ સમજીને અમે તેની દફનવિધિ કરી’
મૃતકના ભાઈ ઈમ્તિયાઝ અબ્દુલ કરીમ બંજારાએ જણાવ્યું હતું કે, 18 નવેમ્બરના રોજ રાત્રે મારા નાના ભાઈને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેને પાણી પીધું હતું અને ચક્કર આવ્યા બાદ તે પડી ગયો હતો. ત્યારબાદ તેની પત્નીએ તેને બેડ ઉપર સુવડાવી દીધો હતો. ત્યારબાદ વહેલી સવારે ત્રણ વાગે તેની પત્નીએ કહ્યું હતું કે, તેના પતિનું મૃત્યુ થયું છે. ત્યારબાદ સગા સંબંધીઓને બોલાવવામાં આવ્યા હતા અને નોર્મલ મૃત્યુ સમજીને અમે તેની દફનવિધિ કરી હતી. પત્નીના ચહેરા પર કોઈ પણ પ્રકારનો શોક નહોતો
વધુમાં તેઓએ જણાવ્યું કે, મારા ભાઈના મૃત્યુ બાદ તેની પત્નીના ચહેરા પર કોઈ પણ પ્રકારનો શોકનું ભાવ દેખાતો નહોતો. તેને કોઈ ફરક જ પડ્યો નહોતો. જેથી અમને શંકા ગઈ હતી. જેથી, અમે મારી ભાઈની પત્નીના મા-બાપને બોલાવ્યા હતા અને તેમની હાજરીમાં પૂછપરછ કરી હતી. જેમાં તેને પતિની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. મારું કહેવું છે કે મારા ભાઈની પત્ની અને બે લોકોએ મળીને મારા ભાઈની હત્યા કરી છે. અમને ન્યાય મળવો જોઈએ. મારા ભાઈને 3 સંતાન છે, એ હવે અનાથ થઈ ગયા છે..
આ સમાચાર પણ વાંચોઃ
ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ પત્ની-પુત્રી-પુત્રની હત્યા કરી, ગાદલાં મૂકી લાશો દાટી ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને બે સંતાનો 5મી નવેમ્બરે ગુમ થયા બાદ 16મી તારીખે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી 20 ફૂટ દૂર ખાડામાંથી મૃતદહે મળી આવ્યા હતા. શૈલેષે આ હત્યા ઘર કંકાસમાં કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. શૈલેષ ખાંભલાએ 7 નવેમ્બરે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી. પરંતુ, 10 દિવસ બાદ ભાવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડો કરી દાટી દીધા હતા.આ સંદર્ભે પોલીસે તપાસ કરતા શૈલેષ ખાંભલાએ જ પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી ક્વાર્ટરના પાછળના ભાગમાં હત્યા કરી દાટી દીધા હોવાનો ખુલાસો થયો છે. આ મામલે ભરતનગર પોલીસ દ્વારા પરિવારના ત્રણ સભ્યોની હત્યા અંગે શૈલેષ ખાંભલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.(સંપૂર્ણ સમાચાર વાંચો) આ સમાચાર પણ વાંચોઃ વડોદરામાં પતિએ પત્નીની ગળું દબાવી હત્યા કરી:પત્નીએ ‘તુમ મેં કામ કરને કી ઔકાત નહીં હૈ’ કહેતા જ પતિએ જીવ લઈ લીધો, 6 માસની બાળકી નિરાધાર બની વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પતિએ જ પત્નીની ગળુ દબાવી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મહિલાના પતિ સાથે બીજા લગ્ન થયા હતા. આ દંપતીને છ માસની બાળકી પણ છે. જો કે માતા મિસ્બા શેખની હત્યાથી બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ મામલે જે. પી. રોડ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા પાછળનું મૂળ કારણ એટલું છે કે, પતિ કોઈ કામ કરતો ન હતો અને છ માસની બાળકીને માતા મારતી હશે, એટલે પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. પતિએ પોલીસ સમક્ષ આપેલા નિવેદન કહ્યું કે, તુમ્હારે મેં કામ કરને કી ઔકાત નહીં હૈ, ઓર મુજે સલાહ દેતે હો, એસા મુજે બોલ કે ચિલ્લાતી થી, ઇસલિયે મુજે ગુસ્સા આ ગયા. (સંપૂર્ણ સમાચાર વાંચો) આ સમાચાર પણ વાંચોઃ પરિવારજનો જ કેમ બની રહ્યા છે એકબીજાના હત્યારા?:મરી જવું અથવા મારી નાખવું, ગુજરાતને હચમાચવતી આક્રમક ઘટનાઓની પેટર્ન છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં ચારેતરફ કૌટુંબિક હિંસાના કિસ્સામાં ભયજનક રીતે વધારો જોવા મળ્યો છે. માતાના હાથે માસૂમ સંતાનોની હત્યા, પતિના હાથે પત્નીની હત્યા, કે પિતાના હાથે પુત્રની હત્યા… આ અરેરાટી ઉપજાવનારા બનાવોએ સમાજમાં ચિંતાની લાગણી ફેલાવી દીધી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)