રાધનપુર પોલીસ સ્ટેશન પાર્ટએ. ગુ.ર.નં૧૧૨૦૬૦૦૮૨૫૧૨૦૫ ધી ભારતીય ન્યાય સંહીતા ની કલમ-૩૫૧(૩),૩૧૮(૪),૩૧૬(૨),૩૦૮(૫),(૭),૬૧(૦૨),(અ)૮૩ મુજબના કામે ફરીયાદી બાબુભાઈ ભગવાનભાઈ જાતે-ભરવાડ ઉ.વ.ર૭ ધંધો-પશુપાલન રહે.રાધનપુર જેઠાસર તા.રાધનપુર જી-પાટણ વાળાએ આ કામના આરોપી ઓએ ગુનાહિત કાવતરૂ રચી ફરીને વિશ્વાસમાં લઇ લગ્ન કરવાના રૂા-૧૦,૦૦,૦૦૦/-(દસ લાખ) તથા ઘરેણા મેળવેલા અને લગ્ન બાદ દુલ્હન ફરાર થઈ ગયેલ અને ફરીયાદી દ્વ્રારા આરોપીઓ પાસેથી પૈસા તેમજ ઘરેણા પરત માંગતા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપેલ હોઇ જેથી આ તમામ વિરૂધ્ધમાં રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી થયેલ હોય,

પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ, પાટણ તથા મે.નાયબ પોલીસ અધિક્ષક પોલીસ અધિક્ષક સા.શ્રી પરેશ રેણુકાનાઓની સુચના મુજબ સદર ગુન્હો શોધી કાઢવા માટે કરેલ સુચના આધારે શ્રી આર.કે.પટેલ પોલીસ ઇન્સપેક્ટર રાધનપુર પોલીસ નાઓના માર્ગદશન હેઠળ રાધનપુર પોલીસ સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમ બનાવી આરોપીઓને ટ્રેક કરી વડોદરા, રાજકોટ તથા બોટાદ ખાતેથી ધરપકડ કરેલી તેમજ આ કામના આરોપીઓ લગ્ન ઈચ્છુક ફરીયાદીનો કોન્ટેક્ટ કરી લગ્ન કરવાના બહાને રૂા-૧૦,૦૦,૦૦૦/-(દસ લાખ) લીધેલા આ કામે પકડાયેલ (૦૧)ઈલાબેન

જેઓએ પોતાનુ નામ હિરલ ધારણ કરેલ તથા જીવણભાઇ ગોવિંદભાઇ ભરવાડ રહે-ઝરીયા તા.જી-બોટાદવાળાએ દુલ્હન ના પિતા બનેલ તેમજ લક્ષ્મીબેન જીવણભાઈ ગોવિંદભાઇ ભરવાડ રહે-ઝરીયા તા.જી-બોટાદ દુલ્હન ની માતા બનેલ તેમજ મેરાભાઇ જીવણભાઈ ગોવિંદભાઇ ભરવાડ રહે-ઝરીયા તા.જી-બોટાદ દુલ્હન નોભાઈ બનેલ જે હકીકત તપાસ દરમ્યાન ખુલવા પામેલ છે તેમજ આકામના તમામ આરોપીઓને ગુનાના કામે અટક કરી છેતરપીંડી થી મેળવેલ રકમ પૈકી રૂપિયા-૧,૫૦,૦૦૦/-(એકલાખ પચાસ હજાર પુરા) તથા પાંચ મોબાઈલ કિ.રૂ.૪૧૦૦૦/- (એક્તાલીસ હજાર) તથા એક સોનાની વિટર્ટી કિ.રૂ.૩૬૦૦૦/- (છત્રીસ હજાર) કુલ કિ.રૂ-૨,૨૭,૦૦૦/- (બે લાખ સત્યાવીસ હજાર)નો મુદામાલ રીકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી રાધનપુર પોલીસ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) ઇલાબેન ઉર્ફે હિરલ ડો/ઓફ ગોગનભાઇ પુંજાભાઈ જાતે-પરમાર રહે-રૈયા ચોકડી બાપાસિતારામ ચોક રાજકોટ – (દુલ્હન)

(૨) જીવણભાઇ ગોવિંદભાઇ ભરવાડ રહે-ઝરીયા તા.જી-બોટાદ

(૩) કનુઇ ઉર્ફે મનુભાઇ લધરાભાઇ ભરવાડ રહે- વડોદરા વાધોડીયારોડ આશાપુરી સોસાયટી તા-જી-વડોદરા

(૪) ગોવિંદભાઈ કાળાભાઈ ભરવાડ રહે- બોટાદ પાંચપડા પાળીયાદ રોડ તા.જી-બોટાદ

(૫) લાલાભાઇ જીવાભાઈ અજુભાઇ જતે-ભરવાડ રહે નાવીયાણી તા-દસાડા જિ-સુરેંદ્રનગર

પકડવાના બાકી આરોપીઓની વિગતઃ-

(૧) લક્ષ્મીબેન જીવણભાઈ ગોવિંદભાઈ ભરવાડ રહે-ઝરીયા તા.જી-બોટાદ (દુલ્હન ની બનેલ માતા)

(૨) મેરાભાઈ જીવણભાઈ ગોવિંદભાઈ ભરવાડ રહે-ઝરીયા તા.જી-બોટાદ (દુલ્હન નો બનેલ ભાઈ)

રિકવર કરેલ મુદામાલની વિગતઃ-

(૧) લાલાભાઇ જીવાભાઈ અજુભાઈ જાતે-ભરવાડ રહે નાવીયાણી તા-દસાડા જિ-સુરેંદ્રનગરવાળા પાસેથી કિ.રૂ.૧,૫૦,૦૦૦/- રોકડ તેમજ એક સેમસંગ કંપની નો મોબાઇલ જેની કિ.રૂ.૧૦,૦૦૦/- નો રિકવર કરેલ છે

(૨) ઇલાબેન ઉર્ફે હિરલ ડો/ઓફ ગોગનભાઇ પુંજાભાઈ જાતે-પરમાર રહે-રૈયા ચોકડી બાપાસિતારામ ચોક રાજકોટવાળી (દુલ્હન) પાસેથી એક સોનાની વિટર્ટી કિ.રૂ.૩૬૦૦૦/-(છત્રીસ હજાર) તેમજ એક વિવો કંપની નો મોબાઇલ જેની કિ.રૂ.૧૦,૦૦૦/- નો રિકવર કરેલ છે

(3) કનુઇ ઉર્ફે મનુભાઈ લધરાભાઇ ભરવાડ રહે- વડોદરા વાધોડીયારોડ આશાપુરી સોસાયટી તા-જી-વડોદરાવાળા પાસેથી એક વિવો કંપની નો મોબાઇલ જેની

કિ.રૂ.૧૦,૦૦૦/- નો રિકવર કરેલ છે (૪) જીવણભાઈ ગોવિંદભાઈ ભરવાડ રહે-ઝરીયા તા.જી-બોટાદવાળા પાસેથી એક

ઓપો કંપની નો મોબાઇલ જેની કિ.રૂ.૧૦,૦૦૦/- નો રિકવર કરેલ છે

(૫) ગોવિંદભાઈ કાળાભાઈ ભરવાડ રહે- બોટાદ પાંચપડા પાળીયાદ રોડ તા.જી-બોટાદવાલા પાસેથી એક જિઓ ભારત કંપની નો મોબાઇલ જેની કિ.રૂ.૧૦૦૦/- નો રિકવર કરેલ છે.

આરોપીનો ગુનાહિત ઈતિહાસઃ-

(લુટેરી દુલ્હન)

ઇલાબેન ઉર્ફે હિરલ ડો/ઓફ ગોગનભાઈ પુંજાભાઈ જાતે-પરમાર રહે-રૈયા ચોકડી બાપાસિતારામ ચોક રાજકોટ વાળીના વિરુધ્ધમાં બળજબરી થી તેમજ બળાત્કારના કેશમાં ખોટા ફસાવી દેવાની ધમકી આપી રૂપીયા પડાવવાના બે(૦ર) ગુન્હા દાખલ થયેલ છે જે નીચે મુજબ છે

(૧) રાજકોટ શહેર પોલીસ સ્ટેશન ગુ.ર.નં-I/0179/2014 IPC કલમ-૩૮૬,૧૭૦,૧ર૦ બી વિગેરે

(૨) બગદાણા (ભાવનગર) પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૮૦૦૭૨૨૦૦૧૮ IPC કલમ-૩૮૭,૩૮૯,૫૦૬(૦૨),૫૦૩બી વિગેરે

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!