આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે રાપરના દૂધડેરી વિસ્તાર ખાતે રાપર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાર્યક્રમ યોજાયેલ,

જેમાં નાગરિકોને માનવ અધિકારો વિશેની સમજ બને તે અંગે સામાજિક કાર્યકર અનિલ ધેયડા દ્વારા જણાવેલ કે 10 ડિસેમ્બર 1948ના આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોની ઘોષણા યુનો દ્વારા કરવામાં આવેલ જેને ભારતમાં મૂળભૂત અધિકારો તરીકે ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત કરવામાં આવેલ છે, કોઈ પણ નાગરિક ને જાતિ, રંગ, વર્ણ, લિંગ ને આધારે ભેદભાવ કરી શકાય નહિ, મૂળભૂત અધિકારો નો ભંગ થાય તયારે વડી અદાલત પણ સરક્ષણ આપે છે, નાગરિકો કાયદા સમક્ષ સમાન છે કોઈ પણ નાગરિકને તેની ભાષા, ધર્મ, કે જાતિ ને આધારે ભેદભાવ કરી શકાય નહિ, દરેક નાગરિક રોજગારી અને શિક્ષણ ગમે ત્યાં પ્રાપ્ત કરી શકે છે, માન સન્માન સાથે જીવન જીવી શકે છે, જેવા માનવ અધિકારો વિશે માહિતગાર કરવામાં આવેલ, કાર્યક્રમ માં પેનલ એડવોકેટ શ્રી ગઢવી સાહેબ દ્વારા કોર્ટ ની કામગીરી અને વિવિધ કાયદાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ ની કામગીરી અંગે વાત કરવામાં આવેલ, રાપર કોર્ટ ના આસિસ્ટન્ટ નરેશભાઈ દેસાઈ દ્વારા વંચિત, ગરીબ, દિવ્યાંગ વ્યક્તિ ઓ માટે
The Gujarat Live News
