કાઠિયાવાડ ની ધીંગી ધરા પર ભગવાન સ્વામિનારાયણનું પાંચાળ ધરા પરનું અનન્ય પ્રસાદીનું પાવન ધામ ,અનેક વચનામૃતો, શાકોત્સવનું પ્રાગટ્ય સ્થાન તથા ક્ષાત્રતેજના પ્રતિક ભક્તરાજ લોયા ગામધણી દરબાર શ્રી સુરાબાપુ ખાચરની અનન્ય દિલેરી, ભકિત,સેવા , સમર્પણ અને મૈત્રીની ભૂમી એવાં લોયાધામમા ભવ્ય અને દિવ્ય શ્રી મુકતમુની મહોત્સવ એવમ સદગુરુ શતાબ્દી મહોત્સવના પાવન અવસર આવી રહ્યો છે

ત્યારે પરમ પૂજ્ય શ્રી શાસ્ત્રી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી ની પ્રેરણાથી અદભૂત, અદ્વિતીય અને અવિસ્મરણીય અજવાસી લોયાધામમા ભવ્ય અને દિવ્ય શ્રી મુકતમુની મહોત્સવ એવમ સદગુરુ શતાબ્દી મહોત્સવના પાવન અવસર ની તડામાર તૈયારી ચાલી રહી છે. જેમાં દૂર દૂર થી હરિભક્તો આગામી તા 21 થી 31 ડિસેમ્બર સુધી આ મહોત્સવ માં આવવાના હોય જેથી લોયાધામ ના સંતો અને લોયાધામ પરિવાર રાતદિવસ જોયા વિના સખત જહેમત ઉઠાવી આખરી ઓપ આપી રહ્યા છે. આજુબાજુ ના ગામ માં પણ આ મહોત્સવ નો ખુબ જ આનંદ અને ઉમંગ હોય લોકો ના હોઠે એક જ નામ સંભળાય રહ્યું છે એ હાલો લોયાધામ
The Gujarat Live News અહેવાલ કનુભાઈ ખાચર
