મંત્રીશ્રી ડો. પ્રધ્યુમન વાજાના અંગત સચિવ તરીકે બદલી થતાં વિદાય સમારંભ યોજાયો
![]()
![]()
![]()
![]()
![]()
કલેકટર કચેરી, પાટણ ખાતે ફરજ બજાવતાં નિવાસી અધિક કલેકટર શ્રી વી.સી. બોડાણાની બદલી ડો. પ્રધ્યુમન વાજા, માનનીય મંત્રીશ્રી (સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ તથા તાંત્રિક શિક્ષણ)ના અંગત સચિવ તરીકે થતાં, તારીખ ૧૩/૧૨/૨૦૨૫ના રોજ કલેકટર કચેરી, પાટણ ખાતે કલેકટરશ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન શ્રી વી.સી. બોડાણાએ પાટણ જિલ્લામાં ફરજ દરમિયાન મળેલા સહકાર અને સહભાગિતાનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ તેમની કાર્યશૈલી, પ્રશાસનિક કુશળતા અને સેવાભાવને બિરદાવતાં તેમને ભાવભરી વિદાય આપી તથા તેમની આગામી કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
વિદાય સમારંભમાં પાટણ જિલ્લાના પ્રાન્ત અધિકારીશ્રીઓ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, નાયબ કલેકટરશ્રી (સ્ટેમ્પ ડ્યુટી), નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ તથા મહેસુલી કર્મચારીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

