રાજ્ય શાળા સંચાલક મહામંડળની વાર્ષિક કારોબારીની બેઠક મળી હતી. જેમાં રાજ્યભરમાંથી શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજ્યના શાળા સંચાલકો સરકાર સામે લડી લેવાની તૈયારી કરી છે. પટ્ટાવાળા, ક્લાર્કની ભરતી છેલ્લા ઘણાં સમયથી કરવામાં ન આવતા રાજ્ય શાળા સંચાલક મહામંડળ સરકારને કોર્ટમાં પડકારવાની છે. FRC સ્લેબમાં વધારવા મુદ્દે સરકારને કોર્ટમાં પડકારવા માટે કારોબારી બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે. અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર વિનંતીઓને ગ્રાહ્ય ન રાખતા કોર્ટમાં પડકારવા ઠરાવ કરવામાં આવ્યો છે. જ્ઞાન સેતુમાં 7 ટકા દરે દર વર્ષે વધારો કરાય છે તો FRC સ્લેબમાં પણ વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળ લડી લેવાના મૂડમાં
છેલ્લા ઘણા વર્ષથી રાજ્ય શાળા સંચાલક મહામંડળ અલગ અલગ માંગણીઓને ધ્યાનમાં રાખીને સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યું છે. પરંતુ સરકાર માંગણીઓ ન સ્વીકારવામાં આવતા રાજ્ય શાળા સંચાલક મહામંડળ લડી લેવામાં મૂડમાં આવી ગયું છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળની વાર્ષિક કારોબારીની બેઠકમાં મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. સરકારને કઈ રીતે પડકારવામાં આવે તેને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી મુદ્દે સરકારને કોર્ટમાં પડકારવાની તૈયારી
છેલ્લા ઘણા સમયથી રાજ્ય શાળા સંચાલક મહામંડળ પટ્ટાવાળા, ક્લાર્કની ભરતી કરવામાં આવે તેવી સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યું છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષથી પટ્ટાવાળા અને ક્લાર્કની ભરતી કરવામાં ન આવતા તે કામ તે કામ શિક્ષક અથવા આચાર્યને કરવું પડતું હોવાનો શાળા સંચાલકોએ દાવો કર્યો છે. જેથી હવે રાજ્ય શાળા સંચાલક મહામંડળ સરકારને કોર્ટમાં પડકારવા બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક અને પટ્ટાવાળાની જગ્યાઓ ખાલી છે તે વહેલી તકે ભરવામાં તેવી માંગ સાથે હાઇકોર્ટના દ્વારા ખખડાવશે. FRCના સ્લેબમાં ફેરફાર કરવાની માગ
તેમજ રાજ્યની 15 હજાર સ્વનિર્ભર શાળાઓમાં ફી વધારવા મુદ્દે પણ રાજ્ય શાળા સંચાલક મહામંડળ હાઈકોર્ટમાં જવાનું છે. FRC આવ્યાને 8 વર્ષ થયા હોવા છતાં સ્વનિર્ભર શાળાઓના સ્લેબમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. પ્રાયમરીમાં 22 હજાર, સેકન્ડરીમાં 30 હજાર અને સમાન્ય પ્રવાહમાં 35 અને વિજ્ઞાન પ્રવાહમાં 40 હજાર સ્લેબ કરી આપવા માંગ તેવી તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી છે. જ્ઞાન સેતુમાં 7 ટકા દરે દર વર્ષે વધારો કરાય છે તો FRC સ્લેબમાં પણ વધારો આપવા માંગ કરાઈ છે. 2012માં કોર્ટમાં અરજી કરાયા બાદ મંત્રીના કહેવાથી અરજી પરત ખેંચાઈ હતી
રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠક મળી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી શાળા સંચાલકો હાજર રહ્યા છે. 2007થી અમારી કલાર્કની શાળાઓમાં ભરતી થઈ નથી. વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં ક્લાર્ક અને પટાવાળા ઉપલબ્ધ કરવામાં આવ્યા નથી. જે સંજોગોમાં આજે સર્વ સંમતિથી ઠરાવ કરવામાં આવ્યો કે રાજ્ય સરકાર આપણી વિનંતીઓને ગ્રાહ્ય રાખતી નથી તો નામદાર હાઇકોર્ટમાં જઈને તેનો ન્યાય મેળવવો. ન્યાય મેળવવા માટે 2012માં કોર્ટમાં ગયા હતા. પરંતુ મિનિસ્ટરના કહેવાથી અમારી સિવિલ એપ્લિકેશન પરત જ ખેંચી હતી. પરંતુ આજ દિન સુધી એક પણ ક્લાર્ક આપવામાં આવતા અમે કોર્ટના દ્વાર ખખડાવીશું. વધુમાં ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, FRCમાં 2017થી 2025 સુધી આઠ વર્ષમાં અત્યારના જે સ્લેબ છે, પ્રાઈમરીમાં 15 હજાર,બીમાધ્યમિકમાં 25 હજાર, સામાન્ય પ્રવાહમાં 25 હજાર અને વિજ્ઞાન પ્રવાહમાં 27 હજારનો જે સ્લેબ છે તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો થયો નથી. સરકાર જ્ઞાન સેતુંમાં દર વર્ષે 7 ટકાનો વધારો આપે છે. આજે તે વધારો ગણીએ તો પણ 49 ટકાનો વધારો થાય છે. તે સંજોગોમાં પ્રાઈમરીમાં 22 હજાર, સેકન્ડરી 30 હજાર, હાયર સેકન્ડરીમાં 35 હજાર અને વિજ્ઞાન પ્રવાહમાં 40 હજાર ફીનો સ્ટેજમાં સુધારો થવો જોઈએ તેના માટે પણ હાઇકોર્ટમાં જવાના છીએ. તેમજ આજે ગુજરાતની અંદર નિભાવ ગ્રાન્ટમાં પણ કોઈપણ પ્રકારના સુધારો કરવામાં આવ્યો નથી. જેથી અમે આગ્રહ પૂર્વક સરકારમાં રજૂઆત કરીશું. કે RTEના જે હપ્તા છે તે ચાર હપ્તામાં નિભાવ ગ્રાન્ટની જેમ ચૂકવવામાં આવે તેવી અમારી રજૂ સરકાર પાસે માંગણી છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!