
Silver Seizure In Ahmedabad: રાજકોટ એરપોર્ટ પરથી 10 કરોડ રૂપિયાની ચાંદી ઝડપાયા બાદ હવે સ્ટેટ જીએસટી વિભાગે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદના ગીતા મંદિરથી લક્ઝરી બસમાં રાજકોટ તરફ જઈ રહેલા એક શખસ પાસેથી કોથળા ભરેલી 100 કિલો ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
ગીતા મંદિરથી લક્ઝરી બસ મારફતે હેરાફેરી
મળતી માહિતી અનુસાર, સ્ટેટ જીએસટીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદથી રાજકોટ જતી ખાનગી લક્ઝરી બસમાં ચાંદીની ગેરકાયદે હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે ગીતા મંદિર વિસ્તારમાં વોચ ગોઠવીને એક શંકાસ્પદ શખસને અટકાવવામાં આવ્યો હતો.
