Jamnagar
: જામનગર શહેરના રણજીતસાગર રોડ નજીક આવેલા જડેશ્વર પાર્ક વિસ્તારમાં તાજેતરમાં થયેલા ડિમોલિશન દરમિયાન વયોવૃદ્ધ નંદુબેન નારણભાઈ બેરા સાથે થયેલા વર્તન મુદ્દે આહીર સમાજ જામનગર દ્વારા આજે સોમવારે તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે.

 સમાજના અગ્રણીઓ દ્વારા જણાવાયું છે કે જડેશ્વર પાર્ક વિસ્તારમાં નંદુબેન નારણભાઈ બેરાના મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું તેમજ તંત્ર દ્વારા તેમની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપોને લઈને સમગ્ર મામલે ચર્ચા કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ બેઠક આજે સાંજે 5:00 વાગ્યે નંદનવન આહીર સમાજ, જામનગર ખાતે યોજાશે. બેઠકમાં પ્રમુખ રણમલભાઈ કાંબરીયા સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!