બનાસકાંઠાના પાલનપુર સ્થિત આઈ.ટી.આઈ. કોલેજમાં વિદ્યાર્થીઓને માર મારવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પટ્ટેને પટ્ટે ફટકાર્યા હોવાનું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જેને પગલે ABVPએ શિક્ષક સામે કડક કાર્યવાહીની માગ સાથે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. ચાર વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં કુલ ચાર વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીઓ એટીએન ટ્રેડમાં અભ્યાસ કરે છે. વીડિયોમાં શિક્ષક બોલી રહ્યો છે કે, કેમ આટલા દિવસ ગેરહાજર રહ્યા છો, છેલ્લે ક્યારે લેક્ચર ભર્યા હતા તેમ કહીને વિદ્યાર્થીઓને પટ્ટા વડે માર મારવામાં આવ્યો હતો. ત્યારે વીડિયો જોતા એવુ લાગી રહ્યું છે કે, વિદ્યાર્થીઓ ક્લાસમાં ગેરહાજર રહ્યા હોવાના કારણે શિક્ષક તેમને માર મારી રહ્યો છે. ABVP એ આંદોલનની ચીમકી ઉચ્ચારી
આ વીડિયો વાયરલ થયા બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકર્તાઓ સહિત વિદ્યાર્થીઓએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. ABVPના કાર્યકર્તાઓએ કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર સુપરત કરીને જવાબદાર શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ ABVPએ 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. શિક્ષક સામે કાર્યવાહી કરો નહીં તો આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. સમગ્ર મામલે આચાર્યએ શું કહ્યું?
બીજી તરફ આ સમગ્ર મામલે આચાર્ય અલ્પેશ પટેલે જણાવ્યું કે, આ ઘટના બાબતે મને અત્યારે જ જાણ થઈ છે. અમારી સંસ્થામાં રેગ્યુલર ફોર્મેન, પ્રિન્સિપાલ વિઝિટ કરતા હોય છે. તાલીમાર્થીઓને પણ અમે જાણ કરી છે કે, તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એની માટે ફેસિલિટી અવેલેબલ છે. અમારી ત્યાં સૂચન પેટી બી મૂકેલી છે. તાલીમાર્થીઓને કોઈ બીજો પ્રોબ્લેમ હોય તો પણ ફોર્મેનને મળી શકે છે, પ્રિન્સિપાલને પણ ડાયરેક્ટ મળી શકે છે. આ તમામ વ્યવસ્થા ઊભી કરેલી છે. વધુમાં જણાવ્યું કે, ઇન્સ્ટ્રક્ટર દ્વારા જે આ તાલીમાર્થીઓ ઉપર હાથ ઉપાડવામાં આવ્યો છે, તે બાબતની કાર્યવાહી અમે અમારી વડી કચેરીમાં જાણ કરીશું અને એના દ્વારા જે કાર્યવાહી કરવાની થશે, એ અમે એના ઉપર કાર્યવાહી કરીશું. વિદ્યાર્થીઓને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે તે બાબતની મને અત્યારે જ જાણ થઈ છે, તો તેના આધારે અમે જે પણ કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી કરીશું. આ ઘટના બની તે વ્યાજબી નથી, પણ એના માટે જે કાર્યવાહી થશે એ તો અમે સંપૂર્ણ કરીશું. વિદ્યાર્થીઓને માર મારવાનું સાચુ કારણ તપાસ બાદ સામે આવશે
ઉલ્લેખનીય છે કે, એવુ પણ જાણવા મળી રહ્યુ છે કે, વિદ્યાર્થીઓને માર મારવાનું કારણ પુસ્તક ચોરી પણ હોઈ શકે છે. જોકે, આ અંગેનું સાચુ કારણ તો તપાસ બાદ જ સામે આવશે. હવે જોઈએ શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હોય તેવી અન્ય ઘટનાઓ……
શિક્ષકે વિદ્યાર્થીને એક બાદ એક 8 ફડાકા ઝીંક્યા
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં 1 સપ્ટેમ્બર 2025ના રોજ એક ટ્યૂશન ક્લાસીસના શિક્ષકે વિદ્યાર્થીઓને માર માર્યાની ઘટના બની હતી. એના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. વિદ્યાર્થીઓ ક્લાસીસની બહારના ભાગે બેસીને અભ્યાસ કરતા હતા ત્યારે કોમ્પ્લેક્સના ઉપરના માળે આવેલા પટેલ વેબ સોલ્યુશન્સ નામના ક્લાસીસના શિક્ષક દ્વારા નીચે આવીને બે વિદ્યાર્થીને લાફા માર્યા હતા. વિદ્યાર્થીઓને માર મારવામાં આવતાં જે ક્લાસીસના વિદ્યાર્થી હતા તેના શિક્ષક પણ બહાર આવ્યા હતા અને તેમને રોક્યા હતા. સમગ્ર ઘટનાને વિગતવાર વાંચવા માટે અહિં ક્લિક કરો દાહોદમાં શિક્ષકે ધોરણ 8ના વિદ્યાર્થીને 9 ફડાકા ઝીંક્યા
આજથી ત્રણ મહિના પહેલા દાહોદ જિલ્લાના ફતેપુરા સ્થિત વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજમાં એક શિક્ષકે ધોરણ 8ના વિદ્યાર્થીને એક બાદ એક 9 ફડાકા ઝીંક્યા હતા. હોમવર્ક ન કરવા બદલ વિદ્યાર્થીને નિર્દયતાપૂર્વક માર માર્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થયા હતા. સમગ્ર ઘટનાને વિગતવાર વાંચવા માટે અહિં ક્લિક કરો શિક્ષકે વિદ્યાર્થીને લાફો ઝીંકી દેતાં વાલીએ આક્રોશમાં આવી સ્ટાફરૂમમાં શિક્ષકને લાફો ઝીંક્યો
આજથી 6 મહિના પહેલા વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે લાફો ઝીંકી દેતાં મામલો ગરમાયો હતો. એ બાદ બાળકે ઘરે જઈને મામલો જણાવતાં આક્રોશમાં આવેલા વાલીએ સ્કૂલના સ્ટાફરૂમમાં જ શિક્ષકને લાફો ઝીંકી દીધો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. સમગ્ર ઘટનાને વિગતવાર વાંચવા માટે અહિં ક્લિક કરો

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!