
Dhurandhar Movie Dialogue Case: ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એક વકીલે તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં બલોચ સમુદાય સામે અશ્લીલ, અપમાનજનક અને અવમાનના સ્પદ ભાષાનો ઉપયોગ કરીને બદનામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને ફિલ્મમેકર આદિત્ય ધાર અને બોલિવૂડ અભિનેતા સંજય દત્તને કાનૂની નોટિસ પાઠવી છે.
એડવોકેટ નબીલ બ્લોચે સંજય દત્તના પાત્ર SP ચૌધરી અસલમ દ્વારા બોલાયેલા એક સંવાદ પર વાંધો ઉઠાવ્યો છે, જેમાં કહેવામાં આવે છે, ‘તુમ મગરમચ્છ પે ભરોસા કર સકતે હૈ મગર બલોચ પે નહીં’ વકીલે ફિલ્મમાં બોલાયેલા અન્ય કેટલાક સંવાદોનો પણ ઉલ્લેખ કર્યો છે અને આક્ષેપ કર્યો છે કે તે બલોચ સમુદાયને અપમાનજનક અને તિરસ્કાર ભર્યા રૂપમાં રજૂ કરે છે. કાનૂની નોટિસમાં કહેવામાં આવ્યું છે કોઈ સમુદાય સામે જાણીજોઈને અશ્લીલ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો એ દ્વેષ પ્રેરિત ભાષણ સમાન છે, જે સામાજિક અસમંજસતા ફેલાવે છે અને સમાનતા, ગૌરવ અને સન્માનના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.
નોટિસમાં ફિલ્મમેકર પાસેથી જાહેર માફી માંગવાની માંગ કરવામાં આવી છે.
| Source permalink: | https://www.gujaratsamachar.com/news/gujarat/film-dhurandhar-sanjay-dutt-dialogue-baloch-community-gujarat-high-court-legal-notice-86530647201 |
