તા. ૧૬/૧૨/૨૦૨૫ ના રોજ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પાટણ તથા પુરવઠા નિરિક્ષકશ્રીઓની ટીમ દ્વારા સિદ્ધપુર શહેરમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જી-૩૦, શ્રીજી આર્કેડ, કાકોશી ફાટક, સિદ્ધપુર ખાતે આવેલ ઠાકોર અજીતસિંહ જવાનજીની દુકાનમાં શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો.

તપાસ દરમિયાન દુકાનમાંથી ચોખા આશરે ૧૮૪૩.૦૦૦ કિ.ગ્રા., ઘઉં આશરે ૩૮૬.૦૦૦ કિ.ગ્રા., બાજરી આશરે ૪૫.૦૦૦ કિ.ગ્રા. તથા ચણા આશરે ૫૪.૦૦૦ કિ.ગ્રા. મળી આવ્યા હતા. આ અનાજનો કુલ અંદાજીત મૂલ્ય રૂ. ૬૫,૬૫૪/- થવા પામે છે. સદર જથ્થા અંગે દુકાન માલિકને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે સદરહું જથ્થો લોકો દ્વારા છૂટક વેચાણ માટે લાવવામાં આવે છે, પરંતુ આ બાબતે કોઈ બિલ કે પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા.

જથ્થા અંગે સંતોષકારક પુરાવા ન મળતા તથા નિયમવિરોધી હોવાનું જણાતા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પાટણ તથા પુરવઠા નિરિક્ષકશ્રીઓ દ્વારા ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓના (વેપારીઓના નિયમન કરવા બાબતના) હુકમ-૧૯૭૭ ની કંડિકા-૧૧ મુજબ શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો તે પ્રમાણે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની અખબાર યાદીમાં જણાવેલ છે

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!