તા-16-12-2025 ના રોજ પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામેથી સતત નવ વર્ષથી પગપાળા દ્વારકાધીશના દર્શન કરવા માટે દેવભૂમિ દ્વારકા તરફ 19 શ્રદ્ધાળુઓનું પ્રયાણ થયું હતું. જે સતત નવ વર્ષથી સંઘવી તરીકેની સેવા રબારી સોમાભાઈ મોહનભાઈ નો પરિવાર આપે છે .

ચંદ્રુમાણા ના વતની પટેલ જયંતીભાઈ નાથાભાઈ ના ઘેરથી ભગવાન દ્વારકાધીશની આરતી તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું .આજથી દસમા દિવસે સંઘ દ્વારકા પહોંચશે અને રાત્રી રોકાણ કરીને વહેલી સવારે ભગવાન દ્વારકાધીશના નેજા તેમજ શ્રદ્ધા સાદર કરવામાં આવશે માગે દસ ….આપે વીસ… સહાય કરે દ્વારકાધીશ ..તેવું સંઘવી સોમાભાઈએ જણાવેલ હતું .સતત નવ વર્ષથી 500 કિલોમીટરનું અંતર કાપીને પગપાળા જતા શ્રદ્ધાળુઓને આજ દિન સુધી ભગવાન દ્વારકાધીશે સૌની મનોકામના પૂર્ણ કરેલ છે
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
