ઊંઝાના બ્રાહ્મણ શેરીમા આવેલ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી નરનારાયણદેવ પીઠાધિપતી પ.પૂ.ધ.ધૂ. આચાર્ય મહારાજ શ્રી ની આજ્ઞાથી સમૈયોના ઉપલક્ષમા પંચ દિનાત્મક શિક્ષાપત્રી ભાષય સત્સંગ કથાનુ આયોજન ઊંઝા શ્રી સ્વામિનારાયણ મંદિરના ઉત્સાહી, વંદનીય સંત શાસ્ત્રી સ્વામી શ્રી અનુપમદાસજી, શાસ્ત્રી શ્રી સુજ્ઞેશદાસજી સ્વામી તથા અન્ય પૂજનીય સંતો તથા સ્થાનિક હરિભકતોના સાથ સહકારથી આ સત્સંગ કથાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

જેમા કથાના યજમાન પટેલ બાબુલાલ નાથાલાલ બારૈયાના નિવાસસ્થાનેથી ભવ્ય નગરયાત્રા પ્રસ્થાન થઈ હતી.
કથાના સુપ્રસિદ્ધ વક્તા શ્રી શાસ્ત્રી સ્વામી ધ્યાનપ્રિયદાસજી (બોપલ)
તારીખ 16-12-2025 થી 20-12-2025 સુધી
રાત્રે -8-00 થી 10-30 કલાક સુધી નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરના સ્થાને કથાનુ રસપાન કરાવશે.
સમગ્ર આ ધાર્મિક આયોજનમાં મોટી સંખ્યામાં સ્થાનિક ભક્તો લાભ લેશે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
