ખેડૂતોની 11 માંગણીઓને મુદ્દે આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની સાથે સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુ સોલંકી, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઇ, મધ્યઝોન કાર્યકારી અધ્યક્ષ ડો.જ્વેલ વસરા, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટ સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી પરેશાન છે ત્યારે આમ આદમી પાર્ટીએ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યુ હતુ. આ કિસાન પંચાયતના માધ્યમથીજે તે વિસ્તારના ખેડૂતો સાથે સંપર્ક કરી તેની સમસ્યાજાણવાનો વ્યાપક પ્રયાસકર્યોહતોખેડૂતોએ પોતાની વેદનાઓ આમ આદમીપાર્ટી સામે રજૂ કરી અને ફોર્મ ભર્યા હતા. ગુજરાતનાં તમામ જિલ્લાના ખેડૂતોની વેદના વ્યથા અને પીડાની મુખ્યત્વે 11 જેટલી માંગણીઓ લઈને આમ આદમી પાર્ટીનાં પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી.
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોની માંગણીઓ વિશે જણાવતા હતું કે,ખેડૂતોની 11 મુખ્ય માંગણીઓ છે, જેવી કે 1. તમામ મંડીઓમાંથી કડદા પ્રથા તાત્કાલિક બંધ કરવી. કડદા કરનારાઓને જેલ ભેગા કરવામાં આવે. 2. ખેડૂતોના પાકને APMC માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં ન આવે. 3. સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક પાકના ખેડૂત ભાગીયાઓ, ખેતમજૂરોને પંજાબ સરકારની જેમ, પ્રતિ હેક્ટર ₹50,000નું વળતર આપવું અને એક મહિનામાં જ ચુકવવાની જોગવાઈ કરવામાં આવે
The Gujarat Live News
