અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે તારીખ: ૧૮/૧૨/૨૫ ના રોજ કડીયાળી ગામના વીર સપૂત મનસુખભાઈ બીજલભાઇ મકવાણા ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા સમગ્ર ગ્રામજનો તથા રાષ્ટ્ર પ્રેમી જનતા રાષ્ટ્રધ્વજ લઈને આવકાર્ય હતા. આ તકે જાફરાબાદ થી બાઇક રેલીનું આયોજન કર્યું હતું જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી એ જાફરાબાદમાં ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું.

જાફરાબાદ થી બાઇક રેલી કડીયાળી આવતા સમગ્ર ગ્રામજનો રાષ્ટ્રપ્રેમી જનતાએ ફૂલોથી અને રાષ્ટ્રધ્વજ લહેરાવી ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બાલાભાઈ કોટડીયા તથા જીવણભાઈ બારૈયાએ સ્વાગત કર્યું હતું. મનસુખભાઈ સફળતાપૂર્વક આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી આવતા સરપંચ શ્રી સવજીભાઈ મકવાણા, પૂર્વ સરપંચ શ્રી બાબુભાઈ મકવાણા, જીલુભાઈ મકવાણા, ભીખાભાઈ પરમાર, સી.એલ.પરમાર, પત્રકાર શ્રી બાબુભાઈ વાઢેર, જીતુભાઈ પરમાર આર્મીમેનને હારતોરા કરી બિરદાવ્યા હતા. આર્મી મેન મનસુખભાઈએ શાળાના શિક્ષકોને વંદન કર્યા હતા અને તેમના માતા-પિતાને પરેડ કરી કેપ પહેરાવી નમન કર્યા હતા.
આર્મી મેન ના આગમનથી સમગ્ર ગામમાં ગૌરવ અને આનંદનો માહોલ છવાયો હતો. ગામના લોકોએ ફૂલહાર, તાળીઓ અને શુભેચ્છાઓ સાથે તેમનુ ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ આર્મી મેનને ઉજ્જવળ ભવિષ્ય અને સફળ દેશ સેવા ની શુભકામનાઓ પાઠવી હતી. અને સૌ ગ્રામજનો આગંતુક મહેમાનો સાથે ભોજન લઈ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.
The Gujarat Live News
