ગોવાથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 6208ને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી. ફ્લાઈટ અમદાવાદ પહોંચતા ફ્લાઈટમાંથી એક ટીશ્યુ પેપર મળી આવ્યું હતું. જેમાં આ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તેવી ધમકી ભર્યું લખાણ લખ્યું હતું. આ અંગે એરલાઈન્સ દ્વારા એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવામાં આવતા CISF અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ફ્લાઈટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગોવાથી અમદાવાદ આવતી આ ફ્લાઈટને 7 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. ગોવાથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઈટમાં 140થી વધુ પેસેન્જર્સ બેઠેલા હતા. તમામ પેસેન્જરનું બોર્ડિંગ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ પણ એરપોર્ટ પહોંચી હતી. ફ્લાઈટમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. અમદાવાદ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “મોપા (GOX)થી અમદાવાદ (AMD) આવતી ફ્લાઇટમાં સુરક્ષા ખતરાની નોંધ મળી હતી. એર ક્રાફટ સાંજે 7 વાગ્યે સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું અને પ્રોટોકોલ મુજબ તેની તપાસ ચાલી રહી છે. આને કારણે એરપોર્ટ પરની કામગીરી પર કોઈ અસર થઈ નથી. બોમ્બની ધમકી બાદ તમામ ફ્લાઈટનું ચેકિંગ કરાયું
અમદાવાદ એરપોર્ટ પર ગોવાથી અમદાવાદની ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતા એરપોર્ટ પરના દરેક ગ્રાઉન્ડ પર રહેલા એરક્રાફટનું ચેકિંગ કરાઈ રહ્યું હતું. જેટલી પણ ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ છે તે બધા એરક્રાફ્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ, ફાયરબ્રિગેડ અને બોમ્બ સ્ક્વોર્ડની ટીમ દ્વારા અત્યારે ચેકિંગ કરાઈ રહ્યું છે. આકાશા એરલાઈનના એરક્રાફટનું અડધા કલાકથી વધુ સમય સુધી ચેકિંગ કરાયું હતું. સ્કૂલ, જેલ અને ગાંધી આશ્રમને બોમ્બથી ઉડાવાની ધમકી મામલે ફરિયાદ
અમદાવાદમાં 17 ડિસેમ્બરના રોજ સ્કૂલ, સાબરમતી સેન્ટ્રલ જેલ અને ગાંધી આશ્રમને ઇ-મેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. જે મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર ક્રાઈમ દ્વારા આ અંગે તપાસ કરતા આ ઇ-મેલ બે હોટમેલ અને એક એટોમિક ઇ-મેલ દ્વારા મળ્યો હતો. આ તમામ હોક્સ મેલ હોવાની સાયબર ક્રાઈમે પૃષ્ટિ કરી છે. આ ઇ-મેલ કરનાર એક વ્યક્તિ અથવા એક ગ્રુપ હોવાની શક્યતા
અમદાવાદની 23 ઇ-મેલ, સાબરમતી સેન્ટ્રલ જેલ અને ગાંધી આશ્રમને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. આ ઇ-મેલમાં એક જ પ્રકારનું લખણ લખવામાં આવ્યું હતું. અલગ અલગ 3 મેલ દ્વારા ધમકી ભર્યા ઇ-મેલ મળ્યા હતા. આ ઇ-મેલ કરનાર વ્યક્તિ પણ એક જ વ્યક્તિ અથવા એક ગ્રુપ હોવાની પૂરી શક્યતા છે. ધમકી આપનારે બનાવતી અને વિદેશી નામનો ઉપયોગ કર્યો હતો. એક પણ જગ્યાએથી બોમ્બ મળી આવ્યો નથી: ACP
સાયબર ક્રાઈમના એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું હતું કે, આ મેલને હોક્સ મેલ કહી શકાય કારણકે ધમકી બાદ પોલીસે તપાસ કરી તો એક પણ જગ્યાએથી બોમ્બ મળી આવ્યો નથી. આ ઇ-મેલ માત્ર ડરાવવા માટે જ કરવામાં આવ્યા હતા. આ મેલથી કોઈ ડરવાની જરૂર નથી. બોમ્બ થ્રેટ ઇ-મેલ દેશ બહારથી આવ્યા હોવાની શક્યતા
અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા તમામ બોમ્બ થ્રેટ માટે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ ઇ-મેલના IP એડ્રેસ, ઉપયોગમાં લેવાયેલા પ્લેટફોર્મ અને સંભવિત VPNનો ઉપયોગ અંગે વિગતવાર ટેકનિકલ તપાસ ચાલી રહી છે. આ બોમ્બ થ્રેટ ઇ-મેલ દેશ બહારથી આવ્યા હોવાની શક્યતા છે. તમામ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા યથાવત જ છે. વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળતા જ દોડધામ મચી ગઈ હતી. ઈ-મેલમાં લખવામાં આવ્યું છે કે, ‘1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું.’ આ ગંભીર ઘટનાને પગલે અકોટા પોલીસ, એસ.ઓ.જી., ક્રાઈમ બ્રાન્ચ અને બોમ્બ તથા ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી અરજદારોનો પ્રવેશ બંધ કરાવી ત્રણ કલાક સુધી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો અને કલેક્ટર કચેરીની કામગીરી ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 17 ડિસેમ્બર: અમદાવાદની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, અમિત શાહ-લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરાશે
અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઝેબર, ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 26 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂ કરાઈ હતી. પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ-ડોગ સ્કવોડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ હતી. તમામ સ્કૂલોમાં તપાસ પૂર્ણ કરાઈ છે અને કોઈપણ સ્કૂલમાંથી સંદિગ્ધ વસ્તુ મળી નથી. ઉલ્લેખનીય છે કે ધમકીને લઈને અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!