
ગુજરાતને વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવાની નેમ સાથે રાજ્ય સરકારે અનેક વિકાસાત્મક પગલાં લીધા હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે પાયાનું જ્ઞાન આપતી શાળાઓમાં જ મૂળભૂત સુવિધાનો અભાવ હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. શહેરના દરજીપુરા ગામ ખાતે આવેલી કન્યા પછાત વર્ગ નિવાસી શાળામાં છેલ્લા પાંચવર્ષથી પાણી અને ડ્રેનેજ જેવી જરૂરી સુવિધાઓ ન હોવાના કારણે શાળા સંચાલકો તેમજ વિદ્યાર્થીનીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
દરજીપુરા ગામ ખાતે વિકસિત જાતિ કલ્યાણ ખાતું, ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી શાળા (વિકસિત જાતિ) કન્યા, વડોદરા તેમજ સરકારી કન્યા છાત્રાલય (વિકસિત જાતિ) કન્યા કાર્યરત છે. આ જ પરિસરમાં અનુસૂચિત જાતિ (એસ.સી.
| Source permalink: | https://www.gujaratsamachar.com/news/gujarat/lack-of-basic-facilities-in-darjipura-girls-backward-class-residential-school-73309173808.html |
