ભાભર આદર્શ ઉ.મા.શાળાના આચાર્યશ્રી વી.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ ગુરુવારે નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનનો મુખ્ય હેતુ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને વિજ્ઞાન સહિત વિવિધ ક્ષેત્રોમાં થયેલા વૈશ્વિક યોગદાનથી પરિચિત કરાવવાનો હતો. સવારે 11:00થી સાંજે 5:00 વાગ્યા સુધી યોજાયેલા કાર્યક્રમમાં ભાભર શહેરની તમામ શાળાઓના કુલ 2909 વિધાર્થીઓએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રદર્શનમાં સી વી રામન ,રવીન્દ્રનાથ ટાગોર ,મધર ટેરેસા ,કૈલાશ સત્યાર્થી, હરગોવિંદ ખુરાના, સુબ્રમણીયમ ચંદ્રશેખર સહિતના ભારતીય નોબેલ વિજેતાઓના જીવન અને સંશોધન વિશે માહિતી આપવામાં આવી હતી. કો -ઓર્ડીનેટર ધવલ ગોસ્વામી , આર્યન ચૌહાણ અને રફીકખાન બિહારી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર વાવ થરાદ
