સુરત શહેરના વેસુ-અલથાણ વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરો દ્વારા કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકીને કાર રેલી કાઢવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. શિસ્તની વાતો કરતી વિદ્યાર્થી પાંખના કાર્યકરો જાહેર રોડ પર જોખમી સ્ટન્ટ્સ કરતા નજરે પડતા ચકચાર મચી ગઈ છે. વીડિયો વાયરલ થતા ભયજનક ડ્રાઇવિંગનો ગુનો દાખલ કરી ફોર્ચ્યુનર સહિત બે કાર કબ્જે કરવામાં આવી છે. શું હતી સમગ્ર ઘટના?
સુરતની ડી.આર.બી. કોલેજ ખાતે ABVP દક્ષિણ ગુજરાત એકમની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં કાર્યકરો કાર રેલી સ્વરૂપે રવાના થયા હતા. જોકે, આ ઉત્સાહમાં કાર્યકરોએ ટ્રાફિકના નિયમો અને પોતાની સુરક્ષાને પણ વિસરી ગયા હતા. રેલી દરમિયાન જોખમી રીતે કારમાં સવાર થયા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેટલાક વિદ્યાર્થી કાર્યકરો ચાલુ ગાડીએ દરવાજા બહાર લટકીને અને બોનેટ પર બેસીને જોખમી રીતે સ્ટન્ટ્સ કરી રહ્યા હતા. રેલીમાં સામેલ કેટલીક લક્ઝુરિયસ ગાડીઓ પર પ્રતિબંધિત ‘બ્લેક ફિલ્મ’ (કાળા કાચ) લગાવેલી જોવા મળી હતી. જાહેર માર્ગ પર અન્ય વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી થાય તે રીતે બેફામ ગાડીઓ હંકારવામાં આવી હતી. પોલીસની પરવાનગી વિના નીકળી હતી રેલી
આ વીડિયો વાયરલ થતા જ સુરત પોલીસ હરકતમાં આવી છે. અલથાણ પોલીસે વીડિયોના ફૂટેજ અને ગાડીઓના નંબરના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ કાર રેલી કાઢવા માટે પોલીસ તંત્ર પાસેથી કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હતી. એબીવીપીની યોજાયેલી કારોબારીની બેઠક બાદ કાર્યકરોએ 15થી વધુ સંખ્યામાં કારનો કાફલો લઈને રસ્તા પર ઉતર્યા હતા. સીટીલાઇટ વિસ્તારમાં આવેલી કોલેજથી અણુવ્રત દ્રાર સુધી નીકળેલી આ રેલી દરમિયાન મોટા અવાજે હોર્ન, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા કારણે પસાર થતાં અન્ય વાહન ચાલકો અટવાઇ ગયા હતા, દૈનિક કામકાજે નીકળેલા લોકો શાળા અને ઈમરન્સી વાહનોની સેવાને પણ અવરોધ થયો હતો. રેલીના આયોજન પુર્વે પોલીસની મંજુરી લેવામાં આવી ન હતી. છતાં રસ્તા પર શકિત પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. જેમાં માર્ગ સલામતીના નિયમોનો ભંગ થયો હોવાનું જણાયુ હતુ. પોલીસે વીડિયોના આધારે બે કાર કબજે લીધી
ડી ડી ચૌહાણ (પીઆઇ) એ જણાવ્યું હતું કે, ગત તારીખ 19 ડિસેમ્બરના રોજ અલથાણ વિસ્તારમાં આવેલ DRB કોલેજ ખાતે ABVP જે સંગઠન છે તેમની કાર્યકારણીની બેઠક હતી. એ દરમિયાન જે તેમની વરણી થયેલ ઉમેદવારો હતા, એ લોકો આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગાડી સાથે એમણે એક સરઘસ કાઢેલું. એ સરઘસની અંદર એક વીડિયો વાયરલ થયેલો. એ વાયરલ વીડિયોને જોતા તેની અંદર અમુક કાળા કાચવાળી ગાડીઓ તથા અમુક ગાડીઓમાંથી જે છે ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા હોય એવું વીડિયોની અંદર સ્પષ્ટ જણાઈ આવી હતી. આજરોજ જે ગાડીઓ સરઘસમાં હતી એ પૈકીની બે ગાડીઓને પોલીસે જમા લઈ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જે રીતે વીડિયોની અંદર જોઈ શકાય છે કે ચાલક ગાડી ચલાવતા હતા એ દરમિયાન ફ્રન્ટ સાઈડની જે વિન્ડો છે એની અંદરથી પણ અમુક દેખાતા ઈસમો બહાર નીકળેલા હોય, ચાલકે આ દરમિયાન ગાડી ચલાવવી જોઈતી નહોતી પરંતુ છતાં પણ એ ગાડી ચલાવતા રહે છે એટલે એમના વિરુદ્ધ ભયજનક ડ્રાઇવિંગનો ગુનો દાખલ કરેલ છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!