Jamnagar Christmas Celebration : જામનગર શહેરમાં છેલ્લા 58 વર્ષથી કાર્યરત એકમાત્ર કેથોલિક સેક્રેટ હાર્ટ ચર્ચમાં ગઈકાલે રાત્રે નાતાલની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, અને ભગવાન ઈસુના જન્મની વધામણી અને સમૂહ પ્રાર્થના સહિતના કાર્યક્રમો યોજાયા હતાં, તેમજ સમગ્ર ચર્ચને ઝળહળતી રોશનીથી સજજ બનાવી દેવાયાની સાથે સાથે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. જામનગર શહેરમાં આશરે 300 જેટલા કેથોલીક પરિવારો વસવાટ કરે છે, જેઓ દ્વારા આ વખતે પણ નાતાલના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, અને તમામ પરિવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

જામનગરની મધ્યમાં અંબર ચોકડી પાસે આવેલા સેક્રેડ હાર્ટ ચર્ચમાં રેવ.ફાધર ડૉ.મનુ ચેરુમુત્તથુપદી પેરિશ પાદરી છે.

 

Source permalink: https://www.gujaratsamachar.com/news/gujarat/christmas-was-celebrated-at-only-catholic-sacred-heart-church-in-jamnagar-23978852649.html

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!