તુલસી પૂજનનું સનાતન ધર્મમાં ખુબ મહત્વ છે.

તુલસીના છોડને માતાનો દરજ્જો આપવામાં આવેલ છે.

દર વર્ષે આ દિવસે તુલસી માતાનુ મહત્વ બાળકોને સમજાવી તુલસી પૂજનનું સામુહિક આયોજન અહીં કરવામાં આવે છે. આજે અહીં નાની બાલિકાઓ દ્વારા નૃત્ય અને ગરબા નો કાર્યક્રમ પણ યોજ્યો હતો. બાળકો સાથે સ્કૂલ સ્ટાફે ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

ઐઠોરની આ જ્ઞાન અક્ષર સ્કૂલને મંદિરની જેમ સજાવવામાં આવી હતી.

પોગ્રામના અંતે સ્કૂલના પ્રિન્સિપાલ સીમા શાહ અને સંચાલક શ્રી દ્વારા બધા બાળકોને ચોકલેટ, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી સાથેની કીટની ભેટ આપવામાં આવી હતી.

The Gujarat Live News

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo: 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!