25 ડિસેમ્બરનો દિવસ એટલે ‘તુલસી પૂજન દિવસ’.

આ દિવસે ભારતભરના ધર્મપ્રેમીઓ તુલસી માતાનું પૂજન કરે છે.આપણું આગણું હંમેશા તુલસી ક્યારાથી શોભતું આવ્યું છે. તુલસી માત્ર છોડ નથી. તુલસી અનેક રોગોની ઔષધી છે. તુલસી ભગવાન વિષ્ણુ પ્રિયા છે. તુલસી એક એવી ઔષધી છે જે ચોવીસ કલાક ઓક્સિજન પુરો પાડે છે અને અનેક બિમારીઓમાંથી મુક્તિ અપાવે છે. આવા પવિત્ર ને પાવનકારી તુલસી માતા પૂજનીય છે. જેથી પર્યાવરણ સુરક્ષા ને આપણાં સૌના સુખાકારી આરોગ્ય હેતુ કડીની એમ.એન.પટેલ પ્રાથમિક શાળાનાં પર્યાવરણ પ્રેમી આચાર્ય ને માનવ કથાકાર ખોડાભાઈ પટેલ ‘ધર્મેશ’ તથા તેમની બે જૂડવા દીકરીઓ હેપી અને હની દ્વારા તુલસી પૂજન કરી આ દિવસની ઉજવણી કરવામાં આવી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
