આજરોજ દબાણ હટાવવા માટે પ્રશાસન ઊંઘમાંથી જાગ્યું છે જોવાનું રહ્યું કે દેખાવ પુરતું દબાણ હટાવવાના છે કે તુણા ની જેમ કામગીરી બતાવે છે 

કંડલા પોર્ટ ની હજારો એકર જમીન પર મીઠા ઉદ્યોગ માફીયા દ્વારા વર્ષો થી દબાણ કરી લાખો ટન મીઠું ઉત્પાદન કરશે આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવી પરંતુ ભુમાફીય ને રોકવામાં આવતા નથી પરંતુ અગાવ તુણા તા અંજાર કંડલા પોર્ટ ટ્રસ્ટના અઘીકારીઓ દેખાવ પુરતા દબાણ હટાવ્યા બાદ જેસે થે ની સ્થિતિમાં જોવા મળે છે

આજરોજ ભચાઉ કાંઠા વિસ્તારમાં ગુલામ શાહ દરગાહ ની બાજુમાં કંડલા પોર્ટ ટ્રસ્ટના અઘીકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવા માટે હીટાચી દ્વારા મીઠા ના અગર તોડવા નું કામ ચાલુ કર્યું છે જેવાનું રહ્યું કે દબાણ નાના માણસો ના હટાવશે કે મોટા માથાઓ ની બાદબાકી કરવામાં આવે છે

સ્થળઃ પર કંડલા પોર્ટ ટ્રસ્ટના અઘીકારીઓ ને મીડિયા ના પત્રકાર મિત્રો એ માહિતી માંગવામાં આવી કે અમને રીપેરીંગ માટે માહિતી આપો ત્યારે અઘીકારીઓ એ જણાવ્યું હતું કે આ અંગેની વિગત કંડલા પોર્ટ ઓફીસ થી મળશે અઘીકારી મીડિયા ને જાણકારી આપવામાં આનાકાની કરે છે જેથી સાબિત થાય છે કે કાંઇ છુપાવવામાં આવે છે જોઇ એ આગળની કાર્યવાહી કરવામાં આવશે કે ઘી ના ઠામમાં ઘી પડી જશે

મોટા કાફલો ઘટનાસ્થળે ખડકી દેવાયો છે 100 પોલીસ અને કંડલા પોર્ટ ટ્રસ્ટના અઘીકારીઓ હાજરી છે પીવાના પાણી થી જમવાનું તમાંમ રહેવા માટે સગવડો ઉપલબ્ધ છે પરંતુ ભુમાફીય કોઈ ઉપરથી આદેશ લાવે છે કે કાર્યવાહી ચાલુ રખાશે એતો સમય બતાવશે

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!