
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના કેમેસ્ટ્રી વિભાગના વિભાગના પ્રોફેસર સોનલ ઠાકોર અને તેમના પીએચડી સ્ટુડન્ટ શ્રધ્ધાંજલિ સામલે, ત્વરા કિકાણીએ તાંબાના વાયરમાંથી એવો પાવડર બનાવ્યો છે જેનાથી ડાયાબિટીસ ચેક કરી શકાય છે.આ સંશોધનને ઈન્ટરનેશનલ કેમિકલ એન્જિનિયરિંગ જર્નલમાં પણ સ્થાન મળ્યું છે.
લેબોરેટરીમાં થતા ડાયાબિટીસના ટેસ્ટમાં પાવડરનો ઉપયોગ કરવાની પધ્ધતિ વધારે સરળ પૂરવાર થાય તેવી શક્યતા છે.
| Source permalink: | https://www.gujaratsamachar.com/news/gujarat/researcher-of-chemistry-department-of-msu-develop-copper-powder-to-detect-diabetes-93825028751.html |
