— રાજકોટમાં દર મહિને ખેડૂતોને રેવન્યું ની માહિતી આપતા રમણીકભાઈ કોટડીયા અને ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયા તેમજ તાલીમ કેમ્પમાં ગુજરાતના તમામ જિલ્લા અને મુંબઇથી પધારેલા ખેડૂત મિત્રો સર્વો દ્વારા કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી. કિસાન દિવસ ૨૩ ડીસેમ્બરના રોજ મુખ્યમંત્રી ચરણસિંહ ચૌધરી જે ખેતી પ્રેમી વ્યક્તિ હતા અને તેમણે જણાવ્યું હતું કે ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે. દેશમાં ખેડૂતો ની યાદમાં કિસાન ડેની ઉજવણી ૨૩ ડીસેમ્બરે ઉજવાશે.તે નિમીતે ભારતીય કિસાન સંઘ પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયા અને રમણીકભાઈ કોટડીયા જણાવ્યું હતું કે ભારતમાં ખેડૂત અને ખેતીને તેમજ દેશને મજબુત બનાવવો હશે. તો ખેતીને પ્રાધાન્ય આપી ખેતપેદાશના પોષણક્ષમ ભાવ મળે.અને ખેતીને પ્રાધાન્ય આપવામાં આવે. તેવી આશા સાથે ભારતમાતાની જ્ય, ગૌમાતાની જ્ય, ખેડૂતોના ઈસ્ટ દેવ બલરામ ભગવાનની જ્ય બોલાવી તેમજ જ્ય જવાન, જ્ય કિસાનના નારા બોલાવી કિસાન દિવસની ઉજવણી ધામધુમથી કરાઈ
The Gujarat Live News અહેવાલ-ભાનુભાઈ એમ.પાનશેરીયા
