બાબરા તાલુકામાં વિકાસની ગતીને વેગ

બાબરા તાલુકાના કલોરાણા ગામે રૂ. ૩૫.૬૫ લાખના ખર્ચે થનાર વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત ઘારાસભ્ય જનક તળાવીયાના શુભ હસ્તે ભવ્ય રીતે સંપન્ન થયું હતું. વિકાસ કાર્યો શરૂ થતા ગ્રામજનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી.

ખાતમુહૂર્ત પ્રસંગે ઘારાસભ્ય જનક તળાવીયાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગામડાના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. રોડ, પાણી, ગટર, જાહેર સુવિધાઓ જેવી મૂળભૂત જરૂરિયાતોને પ્રાધાન્ય આપીને વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેવાસીઓનું જીવનસ્તર ઉંચું આવી શકે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કલોરાણા ગામે મંજૂર થયેલા વિકાસ કામો પૂર્ણ થતાં સ્વચ્છતા, આવાગમન અને જનસુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે. સરકારની યોજનાઓનો લાભ દરેક ગામ અને દરેક નાગરિક સુધી પહોંચે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે.

આ પ્રસંગે જીલ્લા પંતચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા ભાજપ પ્રમુખ, ગ્રામ પંચાયતના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ વિકાસ કાર્યો માટે ઘારાસભ્યનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા કાર્યો સતત ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

ગ્રામજનો દ્વારા ખાતમુહૂર્ત પ્રસંગે ઉત્સાહભેર હાજરી નોંધાવાઈ હતી અને વિકાસ કામો સમયસર તથા ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. આ વિકાસ કામો કલોરાણા ગામના સર્વાંગી વિકાસમાં નવી દિશા આપશે તેવું સર્વસંમતિથી જણાવવામાં આવ્યું હતું.

The Gujarat Live News રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!